ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આ મહિને લોન્ચ થઇ શકે છે 3,000 કરોડની આઇપીઓ, કમાણીને શ્રેષ્ઠ મોકો!

Text To Speech

મુંબઇ, 11 માર્ચઃ આ મહિને રૂ. 3,000 કરોડની આઇપીઓ લોન્ચ થઇ શકે છે, જેમાં કમાણીને શ્રેષ્ઠ મોકો રહેશે.! જેમાં જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે તેવી ડિપોઝીટરી કંપની NSDL એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમીટેડની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) ચાલુ મહિને લોન્ચ કરી શકે છે એમ ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલમાં ટાંકવામાં આવ્યુ છે. પ્રાપ્ત એક અહેવાલ અનુસાર આઇપીઓ દ્વારા NSDLનો હેતુ માર્કેટમાં રૂ. 3000 કરોડ ઊભા કરવાનો છે.

મંજૂરી લેવાની તૈયારીમાં NSDL

IPO લોન્ચ કરતા પહેલા, NSDLને તેના ડ્રાફ્ટ દસ્તાવેજો માટે અસંખ્ય નિયમનકારી મંજૂરીઓની જરૂર પડશે, જેમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની મંજૂરીનો સમાવેશ થાય છે. કંપની પાસે મંજૂરી મેળવવા માટે હજુ પણ સમય છે. તેની સમયમર્યાદા માર્ચમાં પૂરી થવા જઈ રહી છે. આ આગામી IPOના સમય વિશે પૂછવામાં આવતા, વરિષ્ઠ અધિકારીએ કહ્યું, અમારી પાસે માર્ચ સુધીનો સમય છે. અમે શક્ય તેટલી ઝડપથી અમારું કામ પૂર્ણ કરી રહ્યા છીએ. અમે માર્ચ પહેલા IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

NSDLનું કામ શુ છે NSDL ભારતની સૌથી મોટી અને જૂની ડિપોઝિટરી છે. આ સંસ્થા રોકાણકારોના શેર અને અન્ય સિક્યોરિટીઝ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખે છે. તેની સ્થાપના 1996માં થઈ હતી અને તેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે દેશમાં ઓનલાઈન ટ્રેડિંગ સેવા પૂરી પાડનારી પ્રથમ ડિપોઝિટરી હતી. આ ડિપોઝિટરી મોટે ભાગે ડીમેટ ખાતાઓનું સંચાલન કરે છે.

રિપોર્ટ અનુસાર, સેબી દ્વારા માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન (MII) તરીકે આપવામાં આવેલી મંજૂરીને કારણે NSDL ઝડપથી શેર વેચી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, NSE, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC બેંક પણ આ ઈશ્યુમાં 5.72 કરોડ ઈક્વિટી શેર વેચવાનું વિચારી રહ્યા છે, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) એટલે કે વેચાણ માટે ખુલ્લા રહેશે.

આ પણ વાંચોઃ ખેતરમાંથી એવું બટાટું નીકળ્યું કે લોકો ભગવાન સમજી પૂજા કરવા લાગ્યા, દર્શન કરવા લાંબી લાઈનો લાગી

Back to top button