આ મોદી તો ખૂબ સુંદર લાગી રહ્યા છે! ભરી સભામાં જાણો કોણે કહ્યું આવું?
ઉત્તરપ્રદેશ, 16 મે: યુપીનો જૌનપુર જિલ્લો દેશને IAS અને IPS આપવા માટે જાણીતો છે. મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પહેલા અંગ્રેજી ભાષામાં થતો હતો, જો તમારું બાળક અંગ્રેજી શીખે તો જ તેનો માર્ગ ખુલી શકે છે. એક ગરીબનો દીકરો કેવી રીતે અંગ્રેજી ભણે, શું ગરીબનો દીકરો એન્જિનિયર નહીં બને? તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું. જોકે, વક્તવ્ય દરમિયાન તેમની નજર બે બાળકો ઉપર પડી હતી જેમણે તેમના પોતાના જેવો અર્થાત નરેન્દ્ર મોદી જેવો અને બીજાએ યોગી આદિત્યનાથ જેવો મેકઅપ કર્યો હતો. એ જોઈને વડાપ્રધાન ખુશ થઈ ગયા હતા.
#WATCH | PM Narendra Modi appreciates two children dressed up as UP CM Yogi Adityanath and him at his public rally in Uttar Pradesh’s Jaunpur. pic.twitter.com/jLcsiNkQ3k
— ANI (@ANI) May 16, 2024
જૌનપુર જિલ્લામાં એક જાહેરસભાને સંબોધન કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદી એક બાળકની ખૂબ સુંદર પેઈન્ટિંગ પર લેટર લખવાનું કહ્યું. આ સાથે જ ભીડમાં હાજર ત્રણ લોકોની પણ પ્રશંસા કરી. બે બાળકો પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીના વેશમાં આવ્યા હતા. તેમજ ત્રીજા વ્યક્તિએ પોતાના પર કેસરી રંગ લગાવ્યો હતો. જેના પર લખ્યું હતું- આ વખતે 400 પાર.
VIDEO | Lok Sabha Elections 2024: “I want to congratulate them (BJP). It feels very good,” says one of the kids who was praised by PM Narendra Modi during a public gathering in UP’s Jaunpur. #LSPolls2024WithPTI #LokSabhaElections2024
(Full video available on PTI Videos -… pic.twitter.com/y9MVKw9GQ6
— Press Trust of India (@PTI_News) May 16, 2024
પીએમ મોદીએ તે બાળકોને કહ્યું કે ભાઈ કેટલો સુંદર મેકઅપ કર્યો છે…વાહ! બંને મોદી-યોગી બનીને આવ્યા હતા. ખૂબ સારું કર્યું તમે. જુઓ, બધા મીડિયાવાળાનું ધ્યાન મારા પરથી હટીને તમારા તરફ આવી ગયું. જ્યારે બાળકોએ હાથ લહેરાવ્યા ત્યારે પીએમ મોદીએ કહ્યું કે મોદી પણ હાથ લહેરાવવાનું શીખી ગયા છે. આ પછી, નાના બાળ સમર્થકોએ મીડિયાના માધ્યમથી કહ્યું કે આ વખતે 400 પાર.
આ પણ વાંચો: પાટલીપુત્રમાં લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો ધક્કાકાંડ, જૂઓ વીડિયો