ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોંગ્રેસના આ ધારાસભ્ય 55 કિલોમીટર પગપાળા ચાલ્યા, કારણ જાણી રહેશે દંગ

Text To Speech

બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા લમ્પી વાઇરસ નાબૂદ થાય તે માટે ભાભરથી ઢીમાં ધરણીધર ભગવાનના મંદિરે પગપાળા ચાલતા જવાની માનતા માની હતી. જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા ગેનીબેન ઠાકોર પોતાની માનતા પુરી કરવા 55 કિલોમીટરના લાંબી પગપાળા યાત્રા શરૂ કરી છે. જેમાં ગેનીબેન સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકો સહિત અનેક ગૌભક્તો જોડાયા છે.

આ પણ વાંચો: ગુજરાતની આ બેઠક માટે બે ભાઈઓની દાવેદારીથી ભાજપમાં અસમંજસ

ભગવાનના મંદિર સુધી 55 કિલોમીટર પગપાળા ચાલ્યા

થોડા સમય પહેલા ગાયોમાં લમ્પી વાઇરસ નામનો રોગ આવતા અનેક ગાયો મોતને ભેટી હતી. તો અનેક ગાયો લમ્પી વાઇરસના ભરડામાં આવતા તેમની હાલત કફોડી બની હતી. જોકે લમ્પીગ્રસ્ત ગાયોની હાલત ખુબજ દયનિય થતાં લોકોએ અનેક રીતે તેમની સારવાર કરીને તેમને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. જોકે તે સમયે ધારસભ્ય ગેનીબેન ઠાકોર એક ગૌશાળાની મુલાકાતે જતા લમ્પીગ્રસ્ત ગાયોને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતાં તેમને જો લમ્પી વાઇરસ નાબૂદ થાય તો તેમના વતન ભાભરથી વાવના ઢીમામાં આવેલા ધરણીધર ભગવાનના મંદિર સુધી 55 કિલોમીટર ચાલતા જઈને ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને તેમના દર્શન કરવાની માનતા માની હતી.

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી દીધા ‘ભુવા’, જુઓ વિડીયો

ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવશે

જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા ગેનીબેન ઠાકોર આજે ભાભરથી રથ લઈને પોતાની માનતા પુરી કરવા ઢીમાં જવા માટે પગપાળા નીકળ્યા છે. જેમાં ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો અને ગૌભક્તો જોડાયા છે. આ પગપાળા યાત્રામાં આવતા અનેક ગામોના લોકો દ્વારા ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે 55 કિલોમીટર પગપાળા યાત્રા કરીને ગેનીબેન ઢીમાં પહોંચશે અને ભગવાન ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવશે.

Back to top button