ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આ લાર્જકેપ કંપનીને મળ્યો રૂ. 450 કરોડનો ઓર્ડર, વંદે ભારત ટ્રેનો માટે રેલવે પ્રોડક્ટ પૂરી પાડશે

Text To Speech

મુંબઇ, 12 માર્ચઃ લાર્જ કેપ કંપની સીજી પાવરે તાજેતરમાં કરેલી ઘોષણા અનુસાર તેને વંદે ભારત માટે રેલવે પ્રોડક્ટ્સની સપ્લાય કરવાનો રૂ. 450 કરોડનો ઓર્ડર મળ્યો છે. સાથે કંપનીએ એવી પણ જાણકારી આપી હતી કે આ ઓર્ડર સિવાય 35 વર્ષનો સર્વિસ એગ્રીમેન્ટ પણ લાંબા ગાળાના કરારનો હિસ્સો છે.

આટલી ટ્રેન માટેકરવો પડશે સપ્લાય

બીએસઇ ફાઇલિંગમાં આપેલી જાણકારી અનુસાર સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમીટેડ (સીજી)એ રેલવે પ્રોડક્ટ્સની સપ્લાય અને સર્વિસીંગ મટે કાઇનેટ રેલવે સોલ્યુશન્સ લિમીટેડ સાથે એક લાંબા ગાળાનો સપ્લાય કરાર કર્યો છે. તેમાં મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ જેવા અનેક કોમ્પોનન્ટસ સામેલ હશે. પહેલો ઓર્ડર 10 વંદે ભારત માટે રેલવે પ્રોડક્ટ્સની સપ્લાય માટેનો છે તેના માટે રૂ. 400થી 450 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યુ છે. દેશભમાં હાલાં 136 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે.

2020માં મુરુગુપ્પાનો હિસ્સો

સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ છેલ્લા 86 વર્ષથી રેલ્વે ક્ષેત્રમાં સક્રિય છે. સપ્લાય પોર્ટફોલિયો પણ સમય સાથે બદલાયો છે અને તેમાં ટ્રેક્શન મશીન અને સિસ્ટમ્સ, રેલ ટ્રાન્સપોર્ટેશન ટ્રેક્શન ઇલેક્ટ્રોનિક્સ જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કંપની બે વિભાગો દ્વારા કામ કરે છે: ઔદ્યોગિક સિસ્ટમ અને પાવર સિસ્ટમ. નવેમ્બર 2020 થી, સીજી મુરુગુપ્પા ગ્રુપનો ભાગ છે.

કંપનીના શેરનું પ્રદર્શન

હવે શેરબજારની વાત કરીએ તો મંગળવારે ટ્રેડિંગ સેશન દરમિયાન સીજી પાવર અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સનો શેર 2.63 ટકાના વધારા સાથે રૂ. 612.50 પર બંધ થયો હતો. રૂ. 613ની ઇન્ટ્રાડે હાઇ અને રૂ. 583.05ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. છેલ્લા 12 મહિનામાં 30.47 ટકા વધ્યો છે.

આ પણ વાંચોઃ ભારતમાં પૂર્ણ ગરીબી લગભગ ખતમ થઈ ગઈ, નીતિ આયોગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Back to top button