આ બાળકે આગ સાથે મસ્તી કરીને કરી દીધી મોટી ભૂલ, મળ્યો એવો પાઠ કે રહેશે જીવનભર યાદ, જૂઓ વીડિયો


- એક બાળક આગ સાથે ખતરનાક સ્ટંટ કરીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે એને જ ભારે પડ્યો હતો. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
HD ન્યૂઝ ડેસ્ક, 21 જુલાઈ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ વીડિયોનું હરતુ- ફરતું હબ છે. અહીં તમને હંમેશા કેટલાક એવા વીડિયો જોવા મળશે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક ડાન્સનો વીડિયો જોવા મળે છે તો ક્યારેક સીટ માટે લડતા લોકોનો વીડિયો વાયરલ થાય છે. આ સિવાય સાર્વજનિક સ્થળે અશ્લીલ હરકતો કરતા કપલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્યારેક ખતરનાક સ્ટંટ કરતા લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોયા પછી દરેક વ્યક્તિ શીખશે કે આગને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. વીડિયોમાં કેટલાક લોકોની ભીડ દેખાઈ રહી છે. ભીડની વચ્ચે એક બાળક હાથમાં ટોર્ચ લઈને વચ્ચે ઊભેલું જોવા મળે છે. બાળક તેના મોઢામાંથી આગ તરફ પેટ્રોલ ઉડાડીને ખતરનાક સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે આવું કરે તે પહેલા તેના ચહેરા પર આગ લાગી જાય છે. આ પછી ત્યાં હાજર લોકોએ આગ બુઝાવી, ત્યારે બાળક માંડ માંડ આગમાં રાખ થતા થતા બચ્યો હતો.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
10 rs की तुलतुले खाने की उम्र में आग से खेल रहा है लेने के देने पड़ गए बर्थडे का मोमबत्ती नही है 😂 pic.twitter.com/QumePs55TO
— Reetesh Pal (@PalsSkit) July 19, 2024
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @PalsSkit નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું- હમણા બત્રીસી બળી જોત, અન્ય યુઝરે લખ્યું- આ બહાદુર સૈનિક શું કરી રહ્યો છે? ત્રીજા યુઝરે લખ્યું- વધારે પડતો હોશિયાર બની રહ્યો હતો, એક યુઝરે લખ્યું- ભૂખ્યુ પેટ બધુ જ કરાવે છે.
આ પણ વાંચો: જ્યારે રકુલ પ્રીત સિંહ માંડ માંડ બચી પડતાં, જૂઓ વીડિયો કેવી રીતે બચી?