ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Kiaની આ કાર આવતાની સાથે જ થઈ ગઈ લોકપ્રિય, સૌથી વધુ બુકિંગનો બનાવ્યો રેકોર્ડ

  • આ નવી કિયા કાર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેને તહેવારોની સિઝનમાં 3 ઓક્ટોબરે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે

HD ન્યૂઝ ડેસ્ક, 18 સપ્ટેમ્બર: Kiaની આગામી કાર 2024 Carnival Limousineની માર્કેટમાં સારી માંગ જોવા મળી રહી છે. આ નવી કિયા કાર્નિવલ લિમોઝિન માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેને તહેવારોની સિઝનમાં 3 ઓક્ટોબરે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. બુકિંગ શરૂ થયાના પ્રથમ 24 કલાકમાં તેને 1822 પ્રી-ઓર્ડર મળ્યા છે. આ કારે તેના અગાઉના જનરેશન મોડલના બુકિંગને પણ પાછળ છોડી દીધું છે. કાર્નિવલ લિમોઝીનના જૂના મોડલને પ્રથમ દિવસે 1,410 પ્રી-ઓર્ડર મળ્યા છે. આ કારે તેના સેગમેન્ટમાં ટ્રેન્ડસેટર તરીકે પોતાની ઓળખ બનાવી છે. કાર્નિવલ લિમોઝીને તેના લોન્ચિંગના લગભગ ત્રણ વર્ષમાં 14,542 યુનિટના વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે.

 

આ નવી કિયા કાર્નિવલ લિમોઝિન માટે 16 સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ થઈ ગયું છે. આ માટે બુકિંગની રકમ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કારને કિયા ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અને અધિકૃત ડીલરશીપ પરથી બુક કરાવી શકાય છે. નવી કાર્નિવલમાં ક્રોમ એલિમેન્ટ્સ, મોટી નોઝ ગ્રિલ, ઉલટા L-આકારની LED DRLs, LED હેડલેમ્પ, નવા એલોય વ્હીલ્સ, પાછળના દરવાજા પર સ્લાઇડિંગ સિસ્ટમ અને રિક્વેસ્ટ સેન્સર જેવી વસ્તુઓ તેની ડિઝાઇનને ખાસ બનાવે છે. આ નવી કારની કિંમત 3 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.

 

નવી કિયા કાર્નિવલ લિમોઝીનના ફીચર્સ શું છે?

આ કારમાં ડ્યુઅલ પેનોરેમિક કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે, જેમાં 31.24 સેમી ઈન્ફોટેનમેન્ટ અને 31.24 સેમી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે. સેકેન્ડરી રોમાં લક્ઝરી પાવર્ડ રિલેક્સેશન સીટો, વન ટચ સ્માર્ટ પાવર સ્લાઈડિંગ ડોર, વેન્ટિલેશન, લેગ સપોર્ટ મળી શકે છે. આ સિવાય આ કારમાં 12 સ્પીકરવાળી બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, વાઈડ ઇલેક્ટ્રિક ડ્યુઅલ સનરૂફ, 23 ઓટોનોમસ ફીચર્સ, ADAS લેવલ 2 ટેક્નોલોજી જેવા ફીચર્સ પણ આપવામાં આવી શકે છે.

નવી કિયા કાર્નિવલ લિમોઝીનનું એન્જિન

આ કારમાં 2.2 લિટર, 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવશે. તે 200 psનો પાવર અને 440 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. તેની સાથે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવી શકે છે.

આ પણ જૂઓ: બટાલીયન બ્લેક બુલેટ બાઇક સ્ટાઇલિશ લુક અને શાનદાર ફીચર્સ સાથે થઈ લોન્ચ, જાણો કિંમત

Back to top button