ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

‘ગોડ ઓફ મેરેજ’ બનવા માંગે છે આ જાપાની વ્યક્તિ, 4 પત્ની અને 2 ગર્લફ્રેન્ડ સાથે રહે છે! જૂઓ

  • જાપાનના ઉત્તરી હોક્કાઇડો પ્રાંતના નાગરિકને છેલ્લા દસ વર્ષથી નોકરી મળી નથી

HD ન્યૂઝ ડેસ્ક, 22 ઓકટોબર: ઘણીવાર લોકો તેમની કારકિર્દી વિશે સપના જુએ છે. કોઈ ડૉક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર, અભિનેતા અથવા અન્ય વ્યવસાયમાં જોડાવા માંગે છે. પરંતુ આજે આપણે જે અનોખા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે એક વિચિત્ર કરિયર પસંદ કરવા માંગે છે. જાપાનના ઉત્તરી હોક્કાઇડો પ્રાંતના 36 વર્ષીય નાગરિક રયુતા વતનબે છેલ્લા દસ વર્ષથી નોકરી મળી નથી. દસ વર્ષથી બેરોજગાર રહેલા વતનબેની કારકિર્દીની આકાંક્ષા અલગ છે. આ વ્યક્તિ “ગોડ ઓફ મેરેજ” બનવા માંગે છે. વતનબેને હાલમાં ચાર પત્નીઓ અને બે ગર્લફ્રેન્ડ છે. તે પોતાનું જીવન ચલાવવા માટે આ મહિલાઓની આવક પર સંપૂર્ણપણે નિર્ભર છે.

જૂઓ વીડિયો

 

54 બાળકોનો પિતા બનવા માંગે છે વ્યક્તિ

વતનબેએ કહ્યું કે, તે 54 બાળકોનો પિતા બનવા માંગે છે. આ એક અસામાન્ય કુટુંબ વ્યવસ્થા છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, તેમની પત્નીઓ કોમન-લો નેચરની છે, જેને ફોર્મલ રજીસ્ટ્રેશન વગર લગ્ન જેવા સંબંધમાં ભાગીદારના રૂપમાં માન્યતા આપવામાં આવી છે, જેઓ લાંબા ગાળાના સહવાસ અને વહેંચાયેળી જવાબદારીઓ પર આધારિત છે. વતનબે પહેલેથી જ 10 બાળકોના પિતા છે અને તેમાંથી અન્ય બે તેની ત્રણ પત્નીઓ સાથે રહે છે.

તમામ ખર્ચ પત્નીઓ ઉઠાવે છે

તે હાઉસ હસબન્ડની ભૂમિકા ભજવે છે, રસોઈ બનાવે છે, ઘરનું કામ કરે છે અને બાળકોની સંભાળ રાખે છે. ઘરનો ખર્ચ, જે દર મહિને આશરે 914,000 યેન (રૂ. 5 લાખ) છે, તેની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ વચ્ચે વહેંચાયેલો છે. વતનબેને ચોથી પત્ની પણ છે, જે તેનાથી 24 વર્ષ નાની છે, પરંતુ તેઓ અલગ થઈ ગયા છે.

વધુમાં SCMP અનુસાર, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બે ગર્લફ્રેન્ડને મળ્યો હતો. તેની ગર્લફ્રેન્ડે છ વર્ષ પહેલા વતનબેને છોડી દીધો હતો. તેણીએ દાવો કર્યો હતો કે, આ વાતે જ તેને અન્ય મહિલાઓ સાથે જોડાવા માટે ડેટિંગ એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરવા પ્રેરણા આપી હતી. આ વર્ષની શરૂઆતમાં, જાપાની ટીવી શો એબેમા પ્રાઇમ પર, વતાનાબેએ કહ્યું હતું કે, “મને માત્ર મહિલાઓ ગમે છે. જ્યાં સુધી અમે એકબીજાને સમાન રીતે પ્રેમ કરીશું, ત્યાં સુધી કોઈ સમસ્યા નહીં થાય.”

આ પણ જૂઓ: શું તમે જાણો છો મૃત્યુ પછી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું શું થાય છે? ના, તો વાંચો

Back to top button