એક્સર્સાઇઝ કરવાનો આ છે સૌથી ખોટો ટાઇમઃ શું તમે નથી કરતા ને આ ભુલ?
શરીર માટે એક્સર્સાઇઝ કરવી ફાયદાકારક તો છે. તે શરીરમાં તાકાત, સ્ટેમિના, ફ્લેક્સિબિલીટી અને સહનશક્તિ વધારવામાં મદદ કરે છે, પરંતુ ખોટા સમયે જો એક્સર્સાઇઝ કરશો તો મુસીબતમાં મુકાઇ શકો છો. જો તમે પણ એક્સર્સાઇઝ કરવાના શોખીન હો તો આટલી બાબતોનું અને આ ટાઇમિંગનું ખાસ ધ્યાન રાખજો.
પેટ ભરેલું હોય ત્યારે
જ્યારે તમારુ પેટ ભરેલુ હોય ત્યારે એક્સર્સાઇઝ ન કરવી જોઇએ. તેનાથી મેટાબોલિક અને ડાયજેસ્ટિવ તકલીફો ઉભી થઇ શકે છે. વ્યાયામ કરો ત્યારે લોહી પેરિફેરલ અને સ્કેલેટલ મસલ્સ પર પહોંચી જાય છે અને પાચન તંત્રને પર્યાપ્ત બ્લડ મળી શકતુ નથી.
સુતા પહેલા
એક્સર્સાઇઝ કરવાથી શરીર લાંબા સમય સુધી એક્ટિવ મોડમાં રહેતુ હોય છે. તેથી જો તમે રાતે સુતા પહેલા એક્સર્સાઇઝ કરશો તો તમને ઉંઘ આવવામાં પ્રોબલેમ થઇ શકે છે. તેથી સુતા પહેલા એક્સર્સાઇઝ અવોઇડ કરજો.
ભુખ લાગી હોય ત્યારે
જ્યારે તમને ભુખ લાગી હોય ત્યારે પેટમાં ઘણા ડાયજેસ્ટિવ જ્યુસ બનતા હોય છે. આવા સમયે જો એક્સર્સાઇઝ કરવા જશો તો એસિડ રિફ્લક્સ થઇ શકે છે. તે અન્ય ગટ પ્રોબલેમનું કારણ પણ બની શકે છે.
અડઘી ક્ષમતા સુધી જ એક્સર્સાઇઝ કરો
ફિટનેસ એક્સપર્ટ્સ કહે છે કે તમારી અડધી ક્ષમતા સુધી જ એક્સર્સાઇઝ કરો. કેમકે વધુ એક્સર્સાઇઝ કરવાથી આગળ જતા ટિશ્યુ ડેમેજ થઇ શકે છે. તેથી ક્ષમતા કરતા વધુ કસરતો કરવાની ભુલ કદાપિ ન કરતા
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિમાં અપનાવો આ ડાયેટ પ્લાનઃ નવ દિવસમાં ઘટશે વજન