બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કહ્યું, ‘બ્રિજભૂષણ સિંહની એટલી તાકાત છે કે…’
દિલ્હી પોલીસ કુસ્તીબાજ સંગીતા ફોગટને WFIના આઉટગોઇંગ ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહના ઘરે લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે મહિલા રેસલરને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ઓફિસમાં તપાસ માટે લઈ જવામાં આવી હતી. દિગ્ગજ કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ફરી એકવાર બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ કરી છે.
बृजभूषण की यही ताक़त है. वह अपने बाहुबल, राजनीतिक ताक़त और झूठे नैरेटिव चलवाकर महिला पहलवानों को परेशान करने में लगा हुआ है, इसलिए उसकी गिरफ़्तारी ज़रूरी है. पुलिस हमें तोड़ने की बजाए उसको गिरफ़्तार कर ले तो इंसाफ़ की उम्मीद हैं वरना नहीं।
महिला पहलवान पुलिस इन्वेस्टीगेशन के…
— Vinesh Phogat (@Phogat_Vinesh) June 9, 2023
તેણે ટ્વીટ કરીને કહ્યું કે, આ બ્રિજ ભૂષણની તાકાત છે. તે પોતાની મસલ પાવર, પોલિટિકલ પાવર અને ખોટા નિવેદનો ચલાવીને મહિલા રેસલર્સને હેરાન કરવામાં વ્યસ્ત છે, તેથી તેની ધરપકડ જરૂરી છે. પોલીસ અમને તોડવાને બદલે તેની ધરપકડ કરે તો ન્યાયની આશા છે, નહીં તો નહીં. મહિલા કુસ્તીબાજો પોલીસ તપાસ માટે ક્રાઈમ સાઈટ પર ગઈ હતી, પરંતુ તેઓ સમાધાન કરવા ગયા હોવાની વાત મીડિયામાં ચાલી હતી.
બજરંગ પુનિયાએ શું કહ્યું?
બજરંગ પુનિયાએ ટ્વીટ કર્યું કે મહિલા કુસ્તીબાજ પોલીસ તપાસ માટે ક્રાઈમ સાઈટ પર ગઈ હતી, પરંતુ મીડિયામાં એવું ચલાવવામાં આવ્યું કે તે સમાધાન કરવા ગઈ હતી. આ બ્રિજભૂષણની શક્તિ છે. તે મસલ પાવર, પોલિટિકલ પાવર અને ખોટા નેરેટીવ ચલાવીને મહિલા રેસલર્સને પરેશાન કરી રહ્યો છે. તેની ધરપકડ જરૂરી છે. પોલીસ અમને તોડવાનો પ્રયાસ કરી રહી છે.
महिला पहलवान पुलिस इन्वेस्टीगेशन के लिए क्राइम साईट पर गयीं लेकिन मीडिया में चलाया कि वे समझौता करने गई हैं।
बृजभूषण की यही ताक़त है. वह बाहुबल,राजनीतिक ताक़त और झूठे नैरेटिव चलवाकर महिला पहलवानों को परेशान कर रहा है। उसकी गिरफ़्तारी ज़रूरी है। पुलिस की हमें तोड़ने की कोशिश।
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) June 9, 2023
દિલ્હી પોલીસ સૂત્રોએ શું કહ્યું?
મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું, “બપોરે 1.30 વાગ્યાની આસપાસ, મહિલા અધિકારીઓ સંગીતા ફોગટ સાથે દિલ્હીમાં બ્રિજ ભૂષણના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી. તેઓ ત્યાં લગભગ અડધો કલાક રોકાયા હતા. તેણે ફોગાટને ઘટનાઓનું વર્ણન કરવા અને તે જગ્યાઓ યાદ રાખવા કહ્યું જ્યાં ઉત્પીડન થયું હતું.
દિલ્હી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ઉત્તર પ્રદેશના કૈસરગંજથી બીજેપી સાંસદ અને WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીના કેસની તપાસ કરી રહી છે. તપાસ રિપોર્ટ આવતા સપ્તાહ સુધીમાં સુપરત કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસના ભાગરૂપે SITએ 180થી વધુ લોકોની પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસે આ મામલે બે FIR નોંધી છે.