ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં સશસ્ત્ર દળોના ગણવેશનું બિન અધિકૃત વેચાણ કરતાં પકડાશો તો થશે આ સજા

ગાંધીનગર, તા. 2 જુલાઈ, 2025:  રાજ્યના વિવિધ શહેરોમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્ય ધરાવતા વસ્ત્રોનુ વેચાણ તેનો ઉપયોગ થતો હોય છે. આવા વસ્ત્રો ધારણ કરી અસામાજિક તત્વો દ્રારા દેશદ્રોહી/ ગેર કાયદેસર પ્રવૃતિ થવાનો સંભવ છે. જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં બજારમાં બીન અધિકૃત રીતે વેચાણ તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્ય ચીજ વસ્તુઓના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ તા. ૨૩/૦૮/૨૦૨૫  સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ  શિક્ષાને પાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૈન્ય (આર્મી, નેવી, એરફોર્સ) અને અન્ય સશસ્ત્ર દળો (જેમ કે અર્ધલશ્કરી દળો) ના ગણવેશ તેમની ભૂમિકા, કાર્યક્ષેત્ર અને ઓળખને પ્રતિબિંબિત કરે છે. દરેક દળનો પોતાનો વિશિષ્ટ ગણવેશ હોય છે, જેમાં રંગ, પેટર્ન, બટનો, બેજ અને અન્ય વિગતો અલગ હોય છે.

ગણવેશ સૈન્ય અને અન્ય સશસ્ત્ર દળોના જવાનો માટે માત્ર એક કપડું નથી, પરંતુ તે તેમની ઓળખ, શિસ્ત, એકતા અને ગૌરવનું પ્રતીક છે. તે તેમને દેશની સેવા માટેના તેમના સમર્પણને યાદ કરાવે છે અને તેમને સામાન્ય નાગરિકોથી અલગ પાડે છે. ગણવેશ પરના બેજ, પટ્ટીઓ અને અન્ય નિશાનો તેમના રેન્ક, વિશેષતા અને સિદ્ધિઓ દર્શાવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ખેત પેદાશમાં ૩૩ ટકા સુધીનું નુકશાન માત્ર આનાથી થાય છે, જાણો વિગતવાર

Back to top button