આ છે વિશ્વનો સૌથી ગરીબ દેશ, અહીં ત્રણમાંથી એક વ્યક્તિ છે બેરોજગાર!
ભારતમાં, જ્યારે તમે સામાન્ય ગરીબોને રસ્તા પર ભીખ માંગતા, કે ટ્રેનની બાજુમાં ઝૂંપડપટ્ટીઓ બનાવતા જોશો, ત્યારે તમને તેમની હાલત પર દયા આવી જ હશે. પરંતુ આમ છતાં, ભારત પોતાને આર્થિક રીતે મજબૂત કરવાની રાહ પર છે અને આપણો દેશ ઘણા બધા દેશોની મજબૂત અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ સારી કામગીરી કરી રહ્યો છે. પણ વિચારો કે જે દેશ દુનિયાનો સૌથી ગરીબ દેશ હશે તેની હાલત શું હશે! આજે અમે તમને દુનિયાના સૌથી ગરીબ દેશની એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો.
બરુન્ડી વિશ્વનો સૌથી ગરીબ દેશ છે
આફ્રિકાનો નાનકડો દેશ બરુન્ડી વિશ્વનો સૌથી ગરીબ દેશ ગણાય છે. આ દેશની વસ્તી લગભગ 12 મિલિયન છે. પરંતુ અહીંના લોકોની વાર્ષિક આવક 180 ડોલર પ્રતિ વર્ષ એટલે કે માત્ર 14 હજાર રૂપિયા પ્રતિ વર્ષ છે.
આ દેશમાં જોગિંગ પર છે પ્રતિબંધ!
તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં જોગિંગ પર પ્રતિબંધ છે. જી હા, બરુન્ડીમાં જોગિંગ પર પ્રતિબંધ છે. વાસ્તવમાં આ દેશ વર્ષ 2005 સુધી આંતરિક ગૃહયુદ્ધથી પીડિત હતો. લોકો દેશની પરિસ્થિતિઓ અને પ્રતિબંધોથી એટલા નાખુશ હતા કે તેઓ જૂથોમાં જોગિંગ કરવા માટે નીકળી પડતા હતા. આ દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિ પિયરે નકરુજીજાને લાગ્યું કે કદાચ આ(જોગિંગ) લોકોનું ષડયંત્ર છે અને તેઓ સરકાર વિરુદ્ધ હિંસા કરવાનો પ્લાન કરી રહ્યા છે. બસ આ જ કારણોસર વર્ષ 2014માં અહીં માત્ર આ કારણોસર જોગિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બરુન્ડીમાં ભલે ભૂખમરો અને અસ્થિરતા છે, પરંતુ તેની સાથે આ દેશમાં ઘણા સુંદર અને કુદરતી પ્રાકૃતિક સ્થળો છે. અહીં વિશ્વનું બીજું સૌથી મોટું અને સૌથી ઊંડું શુદ્ધ-નેચરલ તાજા પાણીનું તળાવ છે. તેનું નામ Lake Tanganyika છે.
આ દેશમાં ઘણા માનવભક્ષી મગર છે
આ દેશમાં ઘણા માનવભક્ષી મગર પણ છે. એન્જોય ટ્રાવેલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, અહીં એક મોટો નીલ નદીનો મગર છે. એવો દાવો કરવામાં આવે છે કે તે માનવભક્ષી છે. અત્યાર સુધીમાં આ મગરે 300થી વધુ લોકોના જીવ લીધા છે.
1996માં બરુન્ડીએ ઓલિમ્પિકમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. Venuste Niyongaboએ 5000 મીટરની દોડમાં આ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: યુગાંડામાં સજાતિય સબંધો પર મળશે મોત! અમેરિકાએ આપી ધમકી