આ છે દુનિયાના સૌથી દેવાદાર દેશો, આ નંબર પર આવે છે ભારતનું નામ
HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓગસ્ટ: IMFના રિપોર્ટના આધારે વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વના સૌથી વધુ દેવાદાર દેશોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાંથી, વિશ્વના કયા દેશ પર તેની GDPનું કેટલું દેવું છે તેના ડેટા આપવામાં આવ્યા છે. જાણો આ કયા દેશો છે જેના પર સૌથી વધુ દેવું રહેલું છે.
આ યાદીમાં જે દેશ સૌ પ્રથમ સ્થાન પર છે તેનું નામ જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં, સૌથી વધુ દેવાદાર દેશોની યાદીમાં જાપાનનું નામ પ્રથમ આવે છે. જેના પર તેની જીડીપીના 216 ટકા દેવુ છે.
આ પછી ગ્રીસનું નામ આવે છે. ગ્રીસ પર તેની GDPના 203 ટકા દેવું છે. એટલે કે દેવું દેશના કુલ જીડીપી કરતાં બમણું દેવુ છે. આ જ કારણ છે કે આ દેશ પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
ત્રીજું નામ સાંભળીને તમને નવાઈ લાગશે. ઉલ્લેખનીય છે કે, લિસ્ટમાં ત્રીજા સ્થાન પર યુનાઈટેડ કિંગડમનું નામ આવે છે. જેના પર તેના જીડીપીના 142ટકા દેવું છે.
લેબનોનનું નામ ચોથા નંબર પર આવે છે. લેબનોન તેના જીડીપીના 128 ટકા દેવું ધરાવે છે. તેમજ આ દેશ યુદ્ધના સંકટનો સામનો કરી રહ્યો છે.
ત્યારબાદ સ્પેનનું નામ આવે છે, સ્પેન પર તેની જીડીપીના 111 ટકા દેવું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને કોવિડ-19 બાદ સ્પેન પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
આ પાંચ દેશો સિવાય જો આપણે ભારતની વાત કરીએ તો ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ કહેવાય છે, આપણા દેશ પર જીડીપીના 46 ટકા દેવું છે.
આ પણ જૂઓ: શેરબજારમાં કડાકો! જો તમે પણ શેરબજારના રોકાણકાર છો તો જાણો હવે શું કરવું?