સાયન્સ એન્ડ ટેકનોલોજીહેલ્થ

આ છે વિશ્વની સૌથી મોંઘી દવા, કિંમત જાણીને આવી જશે ચક્કર

Text To Speech

દુનિયામાં અવનવી બીમારીઓ આવી રહી છે.સાથે તેની સારવાર માટે નવી નવી દવાઓની શોધ પણ થાય છે.પણ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી દવા કઈ છે.તેના એક ડોઝનો કેટલો ખર્ચ આવે છે.

દુનિયામાં અસંખ્ય બીમારીઓ છે.અને આ બીમારીઓની સારવાર પણ અલગ અલગ હોય છે.જેમાં દરેક બીમારીઓને ખર્ચ પણ અલગ અલગ હોય છે. કેટલીક બીમારીઓની સારવારનો ખર્ચે સામાન્ય હોય છે તો વળી કેટલીક બીમારીઓનો સારવારો ખર્ચે તો કરોડોમાં છે. ત્યારે આજે અમે તમને આજે વિશ્વમાં સૌથી મોંઘી દવા વિશે જણાવીશું.

વિશ્વની સૌથી મોંઘી દવા હેમજેનિક્સ

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરાયેલ હેમજેનિક્સ નામની દવાનો માત્ર એક ડોઝ એટલો મોંઘો છે કે તેની કિંમતમાં અનેક આલીશાન બંગલા તૈયાર થઇ જાય. તેણે વિશ્વની સૌથી મોંઘી દવા તરીકે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ દવાના એક ડોઝની કિંમત $3.5 મિલિયન એટલે કે ભારતીય ચલણમાં રૂ. 28 કરોડથી વધુ છે.

મોંઘી દવા-HUMDEKHENGENEWS

જાણો ક્યા રોગની સારવારમાં વપરાય છે આ દવા

માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. જેમા કેટલીક બીમારીઓ આનુવંશિક બિમારીઓ હોય છે. જેની સારવાર પણ ખુબ મુશ્કેલ હોય છે. આવી જ એક બીમારી છે જિનેટિક ડિસઓર્ડર હિમોફિલિયા આ બિમારી અતિદુર્લભ છે. આ બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડરની સારવાર ન તો આસાન છે અને ન તો સસ્તી.આ રોગમાં શરીર લોહીના ગંઠાવાનું બનાવતા પ્રોટીનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે.પ્રોટીનની ઉણપ દર્દીને નિયમિત ઇન્જેક્શન આપીને પૂરી કરવામાં આવતી હતી, પરંતુ માત્ર એક જ હેમજેનિક્સ નામની દવાની માત્રા આ રોગને કાયમ માટે મટાડી શકે છે.

એક ડોઝની કિંમત

આ જિનેટિક ડિસઓર્ડરની ગંભીર બીમારીની દવા વૈજ્ઞાનિકોએ શોધી તો કાઢી છે પરંતું તેને ખરીદવામાં સામાન્ય માણસને ફાંફા પડી જાય તેમ છે. તેનો એક ડોઝ રૂ 284,130,000.00 માં આવે છે.ક્લિનિકલ એન્ડ ઇકોનોમિક રિવ્યુ નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તેની વાત કરવામાં આવી હતી અને તેની ચોક્કસ કિંમત $2.93 મિલિયન એટલે કે રૂ. 23 કરોડથી વધુ જણાવવામાં આવી છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે આ સમયે પણ હિમોફિલિયા બીની સારવાર સસ્તી નથી, પરંતુ આ દવા તેના કરતા ઘણી મોંઘી છે.

આ પણ વાંચો :શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય : શાળામાં ખાનગી કંપનીઓની પરીક્ષા લેવાશે નહી

Back to top button