આ છે ભારતના સૌથી સ્વચ્છ હિલસ્ટેશનઃ જુન-જુલાઇમાં ફરવાની આવશે મજા
- શિમલા અને નૈનીતાલ સિવાયની જગ્યા ટ્રાય કરો
- ભારતના સૌથી સ્વચ્છ હિલસ્ટેશનમાં સામેલ છે કૌસાની
- જંગલો અને બરફથી ઘેરાયલી જગ્યાઓનો આનંદ લઇ શકો છો
આમ તો ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પરંતુ ગરમીની સીઝનમાં તમે ફરવા જવા ઠંડી જગ્યાઓ પર જવા ઇચ્છતા હો તો તમારે એવી જગ્યાઓ શોધવી જોઇએ જે એકદમ સ્વચ્છ હોય. શિમલા-નૈનીતાલ જેવી જગ્યાઓ પર તમે ક્યારેક ને ક્યારેક તો ગયા જ હશો, પરંતુ અહીં એવા હિલસ્ટેશન વિશે જાણો જે અત્યંત સ્વચ્છ છે. જુન-જુલાઇ મહિનામાં તમે આ જગ્યાઓ પર ફરવા જઇ શકો છો.
કૌસાની, ઉત્તરાખંડ
અલ્મોડાથી 51 કિલોમીટર દુર ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં સ્થિત કૌસાની એક અત્યંત સુંદર હિલસ્ટેશન છે. ઠંડીની સીઝનમાં આ શહેર સફેદ બરફથી ઢંકાઇ જાય છે. અહીં સુર્યાસ્તનો નજારો તમારો મુડ ફ્રેશ કરી દેશે. આ ઉપરાંત કૈલાશ ટ્રેક, બેસ કૌસાની ટ્રેક અને બાગેશ્વર-સુંદરઘુંડા ટ્રેક બહુ ફેમસ છે.
કુન્નુર, તામિલનાડુ
કુન્નુર પશ્વિમી ઘાટનું બીજુ સૌથી મોટુ હિલ સ્ટેશન છે. તે ઉંટીથી માત્ર 19 કિલોમીટર દુર છે. આ જગ્યા નીલગિરી પહાડીઓ અને કેથરીન વોટરફોલના શાનદાર નજારાઓ માટે જાણીતી છે. ચાના બગીચાઓ સાથે આ જગ્યા સુંદર પહાડો, સંસ્કૃતિ અને અદ્ભુત નજારાઓથી સ્વર્ગ જેવી દેખાય છે.
ઇડુક્કી, કેરળ
આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે. ઇડુક્કીને વાઇલ્ડ લાઇફ, સુંદર જંગલો, ચાના કારખાના, રબરના બગીચાઓ અને જંગલો માટે ઓળખવામાં આવે છે. અહીં 650 ફુટ લાંબો અને 550 ફુટ ઉંચો મેહરાબદાર બંધ છે, જે દેશના સૌથી મોટા બંધના રૂપમાં ફેમસ છે.
તવાંગ, અરુણાચલ પ્રદેશ
આ સુંદર શહેરને દવાંગના નામથી ઓળખવામાં આવે છે. અહીંનું તવાંગ મઠ સૌથી વધુ ફેમસ છે. આ એક એવી જગ્યા છે, જે અધ્યાત્મ માટે જાણીતી છે અને અહીંની પ્રાકૃતિક સુંદરતા આ જગ્યા પર ચાર ચાંદ લગાવે છે.
આ પણ વાંચોઃ તારીખ પે તારીખ: આ ફિલ્મની રિલીઝ ડેટ એક નહીં પરંતુ 8 વખત થઈ ચેન્જ; જાણો શું છે કારણ