આ છે શનિદેવનો ફેવરિટ નંબરઃ આ તારીખે જન્મેલા લોકો પર રહે છે મહેરબાન
- શનિને ન્યાયનો દેવતા માનવામાં આવે છે
- આ મૂળાંક ધરાવતા લોકો હોય છે શનિદેવના ફેવરિટ
- મૂળાંક 8 હશે તો ખુલી શકે છે પ્રગતિના દ્વાર
શનિ આપણા કર્મોના દેવતા માનવામાં આવે છે, આપણે જેવા કર્મ કરીએ છીએ તેવુ ફળ શનિદેવ આપણને આપે છે, પરંતુ કંઇક ખરાબ થાય ને આપણે શનિદેવને દોષ દેવા લાગીએ છીએ. દરેક ગ્રહના સારા અને ખરાબ પ્રભાવ હોય છે. જો તમારી જન્મ કુંડળીમાં કોઇ ગ્રહ ખૂબ સ્ટ્રોંગ હોય તો શનિ તમારા જીવનમાં બેલેન્સ કરીને તમારુ ભાગ્ય ચમકાવે છે. અંક જ્યોતિષ અનુસાર શનિદેવનો 8 નંબર સાથે ઉંડો સંબંધ છે. આ બર્થડેટ પર જન્મેલા લોકો પર શનિદેવ કૃપા વરસાવે છે. આ નંબરના લોકોની જિંદગીમાં પરેશાનીઓ આવે છે, કર્મનું ફળ મળવામાં મોડુ થાય છે. સંઘર્ષ પણ આ લોકોને ખૂબ કરવો પડે છે, પરંતુ શનિ આ લોકોને તેમની સારાઇનું ફળ ચોક્કસ આપે છે.
આ લોકો પર શનિદેવની રહે છે કૃપા
એવું કહેવાય છે કે 8, 17 અને 26 તારીખના રોજ જન્મેલા લોકો પર શનિદેવ હંમેશા મહેરબાન રહે છે. આ લોકોને યોગ્ય રીતે આધ્યાત્મિક જ્ઞાન મળે છે. એવુ પણ કહેવાય છે કે શનિદેવ આ નંબરના સ્વામી છે. આ લોકોની લંબાઇ કદમાં વધુ હોતી નથી. તેમનો રંગ પણ થોડો શ્યામ હોય છે. આ મૂળાંકમા જન્મેલા લોકોના વાળ કર્લી હોય છે.
આવા હોય છે અન્ય લક્ષણો
આ વ્યક્તિઓ ફિલોસોફીને સારી રીતે સમજે છે. તેમની લાઇફમાં ઘણી વખત ચમત્કાર થાય છે. માનસિક તાકાતની વાત કરીએ તો આ લોકો ખૂબ જ સુલઝેલા હોય છે. તેઓ મગજથી તેજ હોય છે. પોતાની સમજથી આ લોકો દરેક વસ્તુઓને બેલેન્સ કરી લે છે. આ વાત અને ભાષાથી સાબિત થાય છે કે આ લોકો કંઇક હટકે હોય છે. તેમનું જ્ઞાન અને તેમની વાતો પણ હટકે હોય છે.
કેવો હોય છે આ લોકોનો સ્વભાવ?
આ લોકોના જીવનમાં ખૂબ જ ઉતાર-ચઢાવ હોય છે, તેથી આ લોકો ખૂબ જ ધીરજથી કામ કરે છે. કેટલાક લોકો ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ ધરાવે છે, જેના કારણે તેમનો સ્વભાવ કઠોર અને જિદ્દી હોય છે. તેઓની આર્થિક સ્થિતિ સારી રહે છે. તેમને નકામો ખર્ચ કરવો પસંદ નથી. તેઓ પૈસા ભેગા કરવામાં માને છે.
આ મહિનો હોય છે ખૂબ જ શુભ
મૂળાંક 8 ના લોકો માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓ શુભ છે. જો તમે કોઈ શુભ કે નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે કરો. આ તારીખ મૂળાંક 8 ના લોકો માટે પ્રગતિના દ્વાર ખોલવા જઈ રહી છે. આ લોકોએ રવિવાર અને મંગળવારે પણ કોઈ કામ શરૂ ન કરવું જોઈએ. જો આપણે રંગો વિશે વાત કરીએ, તો ઘેરો બદામી, કાળો અને વાદળી રંગો તેમના માટે અનુકૂળ છે. કારણ કે આ રંગો શનિદેવના છે.
આ ઉંમર પછી મેળવે છે સફળતા
આઠ નંબર વાળા લોકો દરેક પરિસ્થિતિમાં ખૂબ ખુશ રહે છે. ઉપરાંત, આ લોકો તેમના કામ સમયસર પૂર્ણ કરે છે. આ લોકોને બેદરકારી પસંદ નથી. આ લોકોનું નસીબ લગભગ 35 વર્ષ પછી ચમકે છે. કારણ કે નંબર 8 પર શનિદેવનું શાસન છે અને શનિદેવ ધીમી ગતિનો ગ્રહ છે. તેથી જ તેઓ ફળ પણ મોડા આપે છે. પરંતુ ગરીબ પરિવારમાં જન્મ્યા પછી પણ આ લોકો 35 વર્ષની ઉંમર પછી ખૂબ પૈસા કમાઈ લે છે. આ સાથે જ આ લોકો ધનવાન બની જાય છે.
આ પણ વાંચોઃ આઇ ફ્લૂથી બચવા માટે અજમાવો આ ઉપાય