ટ્રેન્ડિંગમનોરંજન

‘આ મારો પુનર્જન્મ, ઇમરજન્સી’ માટે ગિરવે મુકી મારી બધી જ પ્રોપર્ટી’: કંગનાનો ખુલાસો

બોલિવુડ અભિનેત્રી કંગના રાણાવતે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’નુ શુટિંગ પુરૂ કરી લીધુ છે. આ ફિલ્મ પુરી થઇ હોવાની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી છે. કંગનાએ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેણે લાંબી પોસ્ટ લખીને ઘણા ખુલાસા પણ કર્યા છે. તેણે જણાવ્યુ કે કેવી રીતે તેણે ફિલ્મ બનાવવા માટે પોતાનો લોહી-પરસેવો એક કર્યો. સાથે સાથે તેણે પોતાની બધી પ્રોપર્ટી પણ ગિરવે રાખી દીધી છે.

'આ મારો પુનર્જન્મ, ઇમરજન્સી' માટે ગિરવે મુકી મારી બધી જ પ્રોપર્ટી': કંગનાનો ખુલાસો hum dekhenge news

પોતાની પોસ્ટમાં કંગના રાણાવત લખે છે કે, હું આજે એક્ટરના રૂપમાં મારી ફિલ્મ ઇમરજન્સીના શૂટિંગને પુરુ કરુ છુ. મારી જિંદગીની એક સૌથી ગૌરવશાળી ક્ષણ ખતમ થઇ છે. તમને એવું લાગે છે કે મેં તે આરામથી પુરી કરી લીધી છે, પરંતુ સચ્ચાઇ તેના કરતા ખુબ જ અલગ છે. મેં મારી બધી જ પ્રોપર્ટી, એક-એક વસ્તુ, જે મારી છે તે બધુ જ ગિરવે મુકી દીધુ છે. ફિલ્મના પહેલા શિડ્યુઅલ દરમિયાન મને ડેન્ગ્યુ થયો હતો. મારા શરીરમાં બ્લડ સેલ્સ ખતરનાક રીતે ઘટ્યા હોવા છતાં મેં તેનું શુટિંગ કર્યુ. એક વ્યક્તિ તરીકે મારા કેરેક્ટરનું ગંભીર પરીક્ષણ આ ફિલ્મ બનાવવા દરમિયાન થયુ છે.

'આ મારો પુનર્જન્મ, ઇમરજન્સી' માટે ગિરવે મુકી મારી બધી જ પ્રોપર્ટી': કંગનાનો ખુલાસો hum dekhenge news

પહેલી વાર સ્ટ્રગલ અંગે વાત કરી

કંગનાએ કહ્યુ કે હું હવે સોશિયલ મીડિયા પર મારી ભાવનાઓ અંગે ખુલીને વાત કરી રહી છુ, પરંતુ ઇમાનદારીથી કહું તો મેં એ બધુ શેર ન કર્યુ કેમકે હું ઇચ્છતી ન હતી કે જે લોકો મારી પરવાહ કરે છે તેઓ કારણ વગરની ચિંતા કરે અને જે મને પડતી જોવા માંગે છે તે મને પીડાતી જોઇને ખુશ થાય. હું કોઇને મારા દર્દનું સુખ આપવા નહોતી માંગતી. હવે હું આ બધુ એટલે શેર કરી રહી છુ કેમકે હું તમને બધાને કહેવા માંગુ છુ કે તમે જે સપના જોઇ રહ્યા છો અથવા તો જે મેળવવા ઇચ્છો છો તેના માટે તમે જે કરી રહ્યા છો તે પુરતુ નથી, તેના કરતા પણ વધુ મહેનત કરો

'આ મારો પુનર્જન્મ, ઇમરજન્સી' માટે ગિરવે મુકી મારી બધી જ પ્રોપર્ટી': કંગનાનો ખુલાસો hum dekhenge news

આ મારો પુર્નજન્મ છે: કંગનાએ શેર કરી ફીલિંગ્સ

કંગના પોતાની પોસ્ટના અંતમાં લખે છે કે તમારે ખુબ જ મહેનત કરવી જોઇએ. જો તમે યોગ્ય છો તો તમે બધુ જ મેળવી શકશો. તમારે તુટવાનું નથી. તમારી જાતને ત્યાં સુધી ટકાવી રાખો, જ્યાં સુધી તમે ટકી શકો છો. તમે ભાગ્યશાળી છો જો જિંદગી તમને ચાન્સ આપે છે. જો તમે તુટી જાવ છો અને ટુકડામાં વિખેરાઇ જાવ છો તો પણ અફસોસ ન કરો, કેમકે તે તમારો પુર્નજન્મ છે. મારો આ પુર્નજન્મ છે. હું જીવંત અનુભવુ છુ અને આવુ પહેલા ક્યારેય થયુ નથી.

આ પણ વાંચોઃ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવીચઃ ભાવ જાણશો તો ભુખ મરી જશે

Back to top button