ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ છે ઈમ્યુનિટી બુસ્ટરઃ ઠંડીમાં કરો સેવન, કોરોના પણ દુર રહેશે

  • વધતા જતા કોરોના કેસની વચ્ચે ખુદને હેલ્ઘી રાખો અને ઈમ્યુનિટીને બુસ્ટ કરો. નિષ્ણાતો કહે છે કે અનેક ખાદ્યપદાર્થ શરીરની ઈમ્યુનિટી બુસ્ટ કરીને કોરોના જેવી બીમારીઓ સામે લડવા શરીરને સક્ષમ બનાવે છે.

ઠંડીની સીઝન આવતા જ મોટાભાગના લોકોમાં બીમારીઓ અને સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે. આ સીઝનમાં કેટલાક લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે. આ કારણે તેઓ ખૂબ જ જલ્દી સંક્રમણની ઝપટમાં આવી જાય છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળે છે. વધતા જતા કોરોના કેસની વચ્ચે ખુદને હેલ્ઘી રાખો અને ઈમ્યુનિટીને બુસ્ટ કરો. નિષ્ણાતો કહે છે કે અનેક ખાદ્યપદાર્થ શરીરની ઈમ્યુનિટી બુસ્ટ કરીને કોરોના જેવી બીમારીઓ સામે લડવા શરીરને સક્ષમ બનાવે છે. જો તમારી ઈમ્યુનિટી નબળી હશે તો નાની બીમારી પણ તમારી પર ભારે પડી જશે. જો તમે આ મસાલા અને જડીબુટ્ટીઓનું સેવન કરશો તો કોરોના પણ તમારાથી ડરીને દુર ભાગી જશે.

આ છે ઈમ્યુનિટી બુસ્ટરઃ ઠંડીમાં કરો સેવન, કોરોના પણ દુર રહેશે hum dekhenge news

તજ

જમવાનું બનાવવામાં આપણે તજનો ઉપયોગ કરીએ છીએ. તે પોતાની ખુશ્બુના કારણે જમવાનો સ્વાદ વધારી દે છે. તે આરોગ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. તજમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. તમે તેનું સેવન કરવાની સાથે અનેક સંક્રમણ અને બીમારીઓથી બચી શકશો.

આ છે ઈમ્યુનિટી બુસ્ટરઃ ઠંડીમાં કરો સેવન, કોરોના પણ દુર રહેશે hum dekhenge news

હળદર

રસોઈમાં ઉપયોગમાં લેવાતી હળદર આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. હળદરમાં રહેલા ગુણ આરોગ્યને લાભ પહોંચાડે છે. આ કારણે ઠંડીની સીઝનમાં હેલ્ધી રહેવા માટે હળદરનું સેવન કરવામાં આવે છે. હળદર શરીરની ન્યુરોપ્રોટેક્શનની ક્ષમતા વધારે છે. તે સંક્રામક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તે એન્ટીઓક્સિડન્ટનો સૌથી સારો સ્ત્રોત છે. તે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.

આ છે ઈમ્યુનિટી બુસ્ટરઃ ઠંડીમાં કરો સેવન, કોરોના પણ દુર રહેશે hum dekhenge news

તુલસી

તુલસીનો છોડ આમ તો દરેક ઘરમાં મળી આવે છે. પુજામાં ઉપયોગમાં લેવાતી તુલસી આરોગ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સિડન્ટના ગુણો હોય છે. તે સંક્રમણ, એલર્જી અને વાઈરસ સામે લડવામાં આપણી મદદ કરે છે. તે ઠંડીમાં હેલ્ધી રહેવા માટે તમે રોજ તુલસીના પાન લઈ શકો છો.

આ છે ઈમ્યુનિટી બુસ્ટરઃ ઠંડીમાં કરો સેવન, કોરોના પણ દુર રહેશે hum dekhenge news

આદુ

ઠંડીમાં મોટાભાગના લોકો ચામાં આદુ નાંખવાનું પસંદ કરે છે. તેને લોકો સ્વાદના કારણે જ નહીં, પરંતુ તેના ફાયદાના કારણે પણ લેવાનું પસંદ કરે છે. આપણે રસોઈમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઠંડીમાં કેટલાક લોકો આદુ પાક બનાવીને ખાય છે, સુપ કે અન્ય કોઈ પણ વસ્તુમાં આદુનો વપરાશ વધારે છે. આદુની અંદર મળી આવતુ જિંજરોલ ગળાની ખરાશને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ જેકલીન ફર્નાન્ડિસે મની લોન્ડરિંગ મામલે ED વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

Back to top button