ફૂડ

આ રીતે ઘરે બનાવો બોમ્બે સ્ટાઇલ ‘પાઉંભાજી’, આંગળા ચાટતા રહી જશે લોકો

Text To Speech

પાઉંભાજી અનેક લોકોની ફેવરિટ હોય છે. ઘણાં બધા લોકોના ઘરે મહેમાન આવે ત્યારે પાઉંભાજી બનાવવામાં આવતી હોય છે. જો કે ઘણાં બધાની ફરિયાદ હોય છે કે પાઉંભાજીની ભાજી ટેસ્ટમાં બહાર જેવી નથી બનતી અને કલર પણ સારો આવતો નથી. આમ, જ્યારે તમે બનાવો છો ત્યારે ટેસ્ટમાં સારી બનતી નથી તો આ રેસિપી નોંધી લો તમે પણ…

સામગ્રી : ઝીણી સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, એક કપ ગાજર, લાલ મરચું, ધાણાંજીરુ, ગરમ મસાલો, ચાટ મસાલો, ટામેટાની પ્યુરી, શિમલા મરચા, પાઉંભાજીનો મસાલો, કટકો દૂધી, 5 થી 6 બટાકા, સ્વાદાનુંસાર મીઠું, માખણ, પનીર.

બનાવવાની રીત : પાઉંભાજીની ભાજી બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો અને એમાં માખણ ગરમ કરવા માટે મુકો., માખણ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો., હવે આમાં આદુ લસણની પેસ્ટ એડ કરો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો., હવે ટામેટાની પ્યુરી એડ કરો અને સાંતળો. જ્યાં સુધી તેલ છુટ્ટુ ના પડે ત્યાં સુધી સાંતળતા રહો., પછી આમાં હળદર પાવડર, લાલ મરચુ, મીઠુ, પાઉંભાજીનો મસાલો, ગરમ મસાલો અને ચાટ મસાલો એડ કરો., હવે એક કુકર લો અને એમાં તેલ ગરમ કરવા મુકો., તેલ ગરમ થઇ જાય એટલે એમાં હિંગ નાંખો અને કટકો દૂધી, ગાજર, બટાકા,શિમલા મરચા, કોબીજ, ફુલાવર અને બે ટામેટા નાંખો., ત્યારબાદ આમાં મરચુ, હળદર, મીઠુ નાંખો અને બરાબર મિક્સ કરી લો., શાક બફાઇ જાય એટલે ગ્રેવીમાં એડ કરી દો અને બરાબર મેશ કરી લો., તમે ઇચ્છો તો આમાં બીટ પણ નાંખી શકો છો, હવે આમાં છીણેલું થોડુ પનીર નાંખો., મિશ્રણ બરાબર થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરો., ભાજી પ્લેટમાં કાઢો ત્યારે ઉપથી બટર નાંખો અને પછી સર્વ કરો.બટર નાંખ્યા પછી ભાજીનો ટેસ્ટ મસ્ત આવે છે., તો તૈયાર છે ભાજી., આ ભાજી તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવી જ બનશે.

Back to top button