આ રીતે છોડાવો બાળકોની સ્માર્ટફોનની લત
- મોબાઇલનો ઉપયોગ જરૂરી, પરંતુ ચેતતા રહેજો.
- બાળકો દિવસના બે કલાકથી વધુ સ્ક્રીન પર ન રહેવા જોઇએ.
- ઓનલાઇન દુનિયાનો નફો અને નુકશાન પણ છે.
આજના ઓનલાઇન યુગમાં બાળકોને સ્ક્રીનથી દુર રાખવા માતા-પિતા માટે એક મોટી ચેલેન્જ માનવામાં આવે છે. સ્માર્ટફોન કે ટેબલેટ આજના બાળકો માટે શીખવા માટેનું આવશ્યક સાધન બની ગયુ છે. ઓનલાઇન દુનિયાના ઘણા લાભ છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ બાળકોના વિકાસ પર પ્રતિકુળ અસર કરે છે. તેનુ બેજવાબદારી પુર્વકનો ઉપયોગ બાળકોમાં હાનિકારક પ્રવૃત્તિઓને જન્મ આપી શકે છે.
અભ્યાસ અનુસાર ટીનેજર્સ દિવસમાં લગભગ 9 કલાક સ્ક્રીન સામે વિતાવે છે. તો 8થી 12 વર્ષની ઉંમરના બાળકો 6 કલાક સ્ક્રીન પર વિતાવે છે. બાળકો પર સ્માર્ટફોનનો પ્રભાવ હાનિકારક છે. બાળકોમાં સ્માર્ટફોમના વધુ ઉપયોગથી ઘણી તકલીફો થઇ શકે છે. બાળકોને સ્માર્ટફોનની લતથી છોડાવવા માટે કેટલાક નિયમો અપનાવો.
1. બ્રેક ટાઇમ
બાળકોમાં વધારે એનર્જી હોય છે, તેને અસરકારક રીતે કોઇ સારી જગ્યાએ વાળવી જોઇએ. સુનિશ્વિત કરો કે તમારા બાળકો કંઇક સક્રિય કરતા રહે. રોજ 30 મિનિટ મિની વોક અને સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ કરતા રહો. શરીર હલાવવાની જરૂર હોય છે. તેમને સક્રિય કરવા માટે પ્રોત્સાહિત કરો. સ્ક્રીન ટાઇમ તોડવા આમ તેમ જવું મહત્ત્વપૂર્ણ છે.
2. બીજી બાબતોને પ્રાથમિકતા આપો
સુનિશ્વિત કરો કે તમારુ બાળક મોબાઇલ ડિવાઇસ પર જતા પહેલા હોમવર્ક, અભ્યાસ અને ઘરનું કામ પુરુ કરે. આ બાબત તમને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં મદદ કરે છે.
3. એક મીડિયા યોજના બનાવો
માડિયાના અપ્રતિબંધિત ઉપયોગ પર અંકુશ લગાવવાની સૌથી સારી રીત ઔપચારિક પારિવારિક મીડિયા યોજના તૈયાર કરવાનું છે. તે શરૂઆતથી જ તમારા બાળકોને જવાબદારી પુર્વક મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે.
4. સ્માર્ટફોનનો ઉપયોગ સમજી વિચારીને
સ્માર્ટફોનમાં બાળકો માટે મહાન શૈક્ષણિક મુલ્ય હોવાની ઘણી સંભાવનાઓ રહેલી છે. તેનાથી સાવ બાકાત રહી શકાતું નથી અને રહેવુ પણ ન જોઇએ. કેટલાક પેરેન્ટ્સ બાળકોને અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા સ્ક્રીન ટાઇમનો લાભ ઉઠાવે છે, પરંતુ તેનાથી નુકશાન વધુ થાય છે. ધ્યાન ભટકાવવા પર પુરસ્કારના રૂપમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા સાવધાન રહે.
5. એક સખત સ્માર્ટફોન શિડ્યુઅલ બનાવો
પર્યાપ્ત સમય નિર્ધારિત કરવાથી ગેઝેટ પર ખર્ચાતો સમય બચી જાય છે અને સ્માર્ટફોનનો અનાવશ્યક ઉપયોગ થતો અટકે છે. એક શિડ્યુઅલ બનાવવાની આદત જો પેરેન્ટ્સ બનાવશે તો બાળકોની આદત સુધારી શકશે. સ્માર્ટફોન આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે, પરંતુ તે જીવન નથી. તે વાતથી બાળકોને માહિતગાર કરવા પડશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં IPL જોવા આવતા લોકો માટે મહત્વનો નિર્ણય, પાર્કિંગ માટે કરાવવું પડશે એડવાન્સ બુકિંગ