ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદમાં PM મોદીએ આવી રીતે આપ્યો કોરોના એલર્ટનો મુક સંદેશ

Text To Speech

PM મોદીએ આજે ​​નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને તમામ રાજ્યની હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ – CJI એનવી રમના પણ સંમેલનમાં હાજર રહ્યા હતા અને સંયુક્ત પરિષદને સંબોધિત કરી હતી. PM મોદી દ્વારા મુખ્યમંત્રીઓ અને ચીફ જસ્ટિસોને સ્થાનિક ભાષાઓને આગળ લઈ જવાની અપીલ કરવામાં આવી હતી અને કહ્યું કે, “આપણે અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી દેશના સામાન્ય નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત થશે.” સાથે સાથે CJI રમનાએ પોતાનાં સંબોધનમાં કાયદાનાં કાર્યક્ષેત્ર વિશે વાત કરવાની સાથે સાથે લક્ષ્મણ રેખાને યાદ કરાવી હતી. તમામ બાબતોમાં PM દ્રારા દેશ અને દેશવાસી માટે એક મુક સંદેશ પણ વહેતો કરવામાં આવ્યો હતો.

“Walk talks louder than Talk talks” પ્રસિદ્ધ કહાવતની યાદ અપાવતા PM મોદી દ્રારા દેશ અને દેશવાસીઓને એક મુક સંદેશ પણ આપવામાં આવ્યો છે. જી હા, મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદ PM મોદીએ કોરોનાની સામે રક્ષણ આપતું માસ્ક જાહેર જગ્યા પર પોતે જાતે પહેરીને દેશને કોરોનાનાં પ્રાથમિક નિયમોનું પાલન હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કરવું જરૂરી હોવાનો મુક સંદેશો આપ્યો છે. દેશનાં વડા માર્ગદર્શક તરીકે પોતે કરેલી તમામ ચેષ્ટા લોકો અનુસરે છે તે બાબતથી ભલીભાતી પરિચિત આપણા દેશનાં વડાપ્રધાન અને લોકોની નશ પારખવામાં માહિર નરેન્દ્ર મોદીએ દેશભરમાં હાલ જે રીતે કોરોનાનાં નવા કેસ વધી રહ્યા છે તેનાથી લોકોને વાકેફ કરાવી, કોરોનાનાં નિયમો પાળવા માટે સુચક રીતે અપીલ કરી હતી.

Back to top button