ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવીડિયો સ્ટોરી

ઉડતા વિમાનમાં આ રીતે ભરાય છે ઈંધણ, નહીં જોયું હોય તમે ક્યારેય, અહીં જૂઓ વીડિયો

Text To Speech
  • ઉડતા વિમાનમાં ઈંધણ થઈ રહે તો શું કરી શકાય? અહીં વાયરલ વીડિયો જોયો પછી તમે પણ સમજી જશો

HD ન્યૂઝ ડેસ્ક, 2 માર્ચ: સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થાય છે જેમાંથી આપણને કંઈકને કંઈક માહિતી મળતી હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો કામની માહિતી પણ આપી રહ્યો છે. વીડિયોમાં જે કંઈ થઈ રહ્યું છે તે ભાગ્યે જ કોઈએ જોયું હશે.

આકાશમાં ઉડતા વિમાનમાં ઈંધણ ભર્યું

વાસ્તવમાં વાયરલ થઈ રહેલો વીડિયો ઉડતા વિમાનમાં ઈંધણ ભરવાનો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ઉડતા વિમાનમાં ઈંધણ ભરવું કેવી રીતે શક્ય છે અને જો તે છે, તો તે કેવી રીતે ભરતા હશે? વીડિયોમાં તમે જોઈ શકો છો કે હેલિકોપ્ટરમાંથી નીકળતી પાઈપ વિમાનમાંથી નીકળતી પાઈપ સાથે વચ્ચે હવામાં જોડાઈ રહી છે. પાઈપ કનેક્ટ થતાની સાથે જ હેલિકોપ્ટરમાંથી વિમાનમાં ઈંધણ ભરાવા લાગે છે જેથી વિમાન લેન્ડ થાય ત્યાં સુધી વ્યવસ્થા કરી શકાય. જ્યારે ઉડતા વિમાનમાં ઈંધણ પુરુ થવા આવે છે ત્યારે આ રીતે ઈંધણ ભરવામાં આવે છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ScienceGuys_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- મધ્ય હવામાં હેલિકોપ્ટરમાં ઈંધણ ભરવું. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 4.1 મિલિયન વ્યૂઝ અને 13 હજાર લાઈક્સ મળ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકોને લાગી રહ્યું છે કે આ કેવી રીતે શક્ય છે? ત્યાર બાદ વીડિયો પર કમેન્ટ કરવા લાગ્યા છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોને નવાઈ પણ લાગી છે.

આ પણ વાંચો: કોહલી સહિત વિવિધ પેન્ટિંગ બનાવે છે આ ભાઈ, પણ કેવી રીતે એ તો જાણો!

Back to top button