‘ડોનાલ્ડ ટ્રમ્પ’ પર આ રીતે મહેરબાન થયા ‘એલોન મસ્ક’

ટ્વિટર એકાઉન્ટ બેન થયા પછી અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર પાછા ફર્યા છે. ટ્વિટરે જાન્યુઆરી 2021 માં ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ હવે ટ્વિટરનાં નવા માલિક એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કર્યું છે. એલોન મસ્કે ટ્વિટર પર એક પોલ દ્વારા લોકોને પૂછ્યું હતું કે શું ટ્રમ્પને ટ્વિટર પર પુનઃસ્થાપિત કરવાં જોઈએ કે નહીં ? આ અંગે એક મતદાન હાથ ધર્યાના એક દિવસ બાદ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ટ્વિટર પર પર પાછું ફર્યુ હતું.
આ પણ વાંચો : લોકેશન બંધ હશે તો પણ Google કરી શકે છે તમને ટ્રેસ : અમેરિકામાં થયો ખૂલાસો
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022
એલોન મસ્કે એક પોલ દ્વારા કર્યો નિર્ણય
એલોન મસ્કે શનિવારે સવારે એક પોલ દ્વારા લોકોને પૂછ્યુ હતું કે “લોકો કહે છે કે ટ્રમ્પને પુનઃસ્થાપિત કરવા જોઈએ, તેથી લોકોનો નિર્ણય એ મારો નિર્ણય હશે.” “વોક્સ પોપુલી, વોક્સ દેઈ.”તેણે આ લેટિન વાક્યનો પણ ઉપયોગ કર્યો, જેનો શાબ્દિક અનુવાદ “લોકોનો અવાજ ઈશ્વરનો અવાજ છે” એવો થાય છે.
Vox Populi, Vox Dei
— Elon Musk (@elonmusk) November 19, 2022
જાણો લોકોએ શું કહ્યું ?
સોશિયલ મીડિયા કંપનીના નવા માલિક એલોન મસ્કે શનિવારે સવારે ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની યોજના વિશે ટ્વિટ કર્યું. તેણે લખ્યું, “લોકોએ તેમની ઇચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પનું ખાતું પુનઃસ્થાપિત કરવામાં આવશે.” મસ્કે એક ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું ટ્રમ્પે ટ્વિટર પર પાછા ફરવું જોઈએ. આ સર્વેમાં 15,085,458 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં લગભગ 51.8 ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કર્યું, જ્યારે 48.2 ટકા લોકોએ તેની વિરુદ્ધમાં હતા. એકાઉન્ટ રિસ્ટોર થયાં પહેલા ટ્રમ્પનાં ફોલોઅર્સ 10 લાખ દેખાતા હતા, પરંતુ 30 મિનિટમાં જ આ સંખ્યા વધીને 2.1 મિલિયન થઈ ગઈ હતી.
ટ્વિટર પર પાછા ફરવામાં કોઈ રસ નથી : ડોનાલ્ડ ટ્રમ્પ
એકાઉન્ટ રિસ્ટોર થયાં પછી ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમને ટ્વિટર પર પાછા ફરવામાં કોઈ રસ નથી, જેમને હિંસા ભડકાવવા બદલ સોશિયલ મીડિયા સેવામાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે “મને તેનું કોઈ કારણ દેખાતું નથી, આ ઉપરાંત તેમણે કહ્યું કે તે તેમના નવા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ સાથે વળગી રહેશે, જે Twitter કરતાં વધુ સારી વપરાશકર્તા જોડાણ છે અને તે “અસાધારણ રીતે સારું” કરી રહી છે. ટ્રુથ એ તેમના ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ (TMTG) સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલી એક એપ્લિકેશન છે.

જાન્યુઆરી 2021માં એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
આ ટ્વિટ બાદ તેઓનું એકાઉન્ટ ટ્વિટર પર બેન કરવામાં આવ્યું હતું કારણ કે વર્ષ 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી ટ્રમ્પ અને તેમનાં સમર્થકો પર યુએસ કેપિટોલ એટલે કે સંસદ સંકુલમાં હિંસા આચર્યાના આરોપો હતાં. તેથી જાન્યુઆરી 2021 માં તેમનું એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ટ્વિટર પર પાછા ફર્યા પછી ટ્રમ્પના એકાઉન્ટ પર દેખાતી છેલ્લી ટ્વિટ 8 જાન્યુઆરી, 2021ની હતી. તેમાં લખ્યું હતું કે, “જે લોકોએ પૂછ્યું છે, શું હું 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપીશ કે નહીં?”