બિપાસા-કરણે આ રીતે સેલિબ્રેટ કરી 7મી વેડિંગ એનિવર્સરીઃ અભિનેત્રીએ શેર કર્યો વીડિયો
- બિપાશા-કરણ બોલિવુડના મોસ્ટ લવિંગ કપલમાં સામેલ
- પ્રેમી પંખીડા એન્જોય કરી રહ્યા છે પેરેન્ટિંગ
- કરણ-બિપાશાએ અલગ અંદાજમાં સેલિબ્રેટ કરી એનિવર્સરી
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવુડના મોસ્ટ લવિંગ કપલ્સમાંથી એક છે. હાલમાં દિકરી દેવીનું પેરેન્ટિંગ એન્જોય કરી રહેલી આ જોડી લવ ગોલ સેટ કરવાનો કોઇ મોકો છોડતી નથી. તાજેતરમાં 28 એપ્રિલે આ પ્રેમી પંખીડાએ લગ્નની સાતમી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. કપલે હવે વેડિંગ એનિવર્સરીની એક ઝલક પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
બિપાશા-કરણે આપી એનિવર્સરી સેલિબ્રેશનની ઝલક
નવેમ્બર 2022માં દિકરી દેવીને વેલકમ કરનાર કરણ અને બિપાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક જોઇન્ટ પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં કપલ પોતાની 7મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યુ છે. આ દરમિયાન બ્લેક આઉટફિટમાં તેમણે ટ્વિનિંગ કર્યુ હતુ. વીડિયોમાં પહેલા કરણ અને બિપાશાએ એક બીજા સાથે ડાન્સ કર્યો અને પછી કેક કાપતા જોવા મળ્યા હતા. બંને પ્રેમથી એક બીજાને કેક ખવડાવતા પણ જોઇ શકાય છે. આ વીડિયો શેર કરતા કપલ્સે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે, પતિ અને પત્ની તરીકે એક સાથે સાત સુંદર વર્ષો, હેપ્પી એનિવર્સરી માય લવ.
2016માં કર્યા હતા લગ્ન
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુને તેમની 2015માં આવેલી ફિલ્મ ‘અલોન’ના સેટ પર પ્રેમ થઇ ગયો હતો. બંને પોતાની પુત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. બિપાશાએ તાજેતરમાં દેવીનો ચહેરો પણ રિવીલ કર્યો છે. બિપાશા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી ગાયબ છે, તો કરણ ખુબ જલ્દી ઋત્વિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સાથે ‘ફાઇટર’માં જોવા મળશે.