અંબાજીમાં અખાત્રીજથી અષાઢી એકમ સુધી થતી બપોરની આરતીનું આ પણ છે રહસ્ય!
- આરાસુરમાં સતીનું હ્રદય પડ્યુ હતું, તેથી અહીં લોકોની શ્રદ્ધા વધુ છે.
- હ્રદય પડ્યુ ત્યારે તે અનિયંત્રિત હોવાની પણ વાત છે.
- અખાત્રીજથી અષાઢી એકમ સુધી મંદિરમાં બપોરે પણ આરતીની પરંપરા
આરાસુરનું માં અંબાનું મંદિર ભારતના પ્રાચીન મંદિરોમાં એક કહેવાય છે. માતાજીની 51 શક્તિપીઠોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર પ્રત્યે ભક્તોને ખુબ શ્રદ્ધા છે.
દક્ષ પ્રજાપતિના હવન કુંડમાં માતા પાર્વતીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આ જોઇને શિવજી ખૂબ જ ગુસ્સે ભરાયા. તેમણે સતીના પાર્થિવ દેહને ખભે નાંખીને તાંડવ નૃત્ય કર્યુ. તેમના શરીરના 51 અલગ અલગ ટુકડા થયા. આ ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે જગ્યાઓ પર આજે શક્તિપીઠ બનેલી છે.
આરાસુરના અંબાજી માં વિશે એવું કહેવાય છે કે અહીં સતીનું હ્દય પડ્યુ હતુ. માંનું હ્રદય અહીં પડ્યુ ત્યારે તે અનિયંત્રિત હતુ. એથી ભગવાન સૂર્યનારાયણના કિરણોથી તેને નિયંત્રિત કરાયુ હતુ. આ વિજ્ઞાન આજે પણ અખાત્રીજથી અષાઢી એકમ સુધી અહીં લાગુ પડે છે. ગર્ભગૃહમા અરિસાથી સૂર્યનારાયણના કિરણો અંબે માંને દેખાડીને આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
હ્દય અને સૂર્ય (પ્રાણ અને પ્રકૃતિ) વચ્ચેનો સબંધ આપણને આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળ્યો છે. જોકે તે આવી પરંપરાઓની દેણ છે. અખાત્રીજના દિવસથી અંબાજીમા શરૂ થયેલી બપોરની આરતી પણ એ જ વિજ્ઞાનનો ભાગ છે
શ્રીકૃષ્ણ સાથે પણ જોડાયેલો છે ઇતિહાસ
ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.
આ પણ વાંચોઃ કદાચ નહીં સાંભળ્યુ હોય પણ પુરૂષો માટે પણ હોય છે ડાયટ