પાકિસ્તાન સામે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે આ ભારતીય ખેલાડી : ICCએ પણ શેર કરી પોસ્ટ
T20 વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડની મેચોની સાથે રવિવારની ધમાકેદાર મેચ ભારત વિ.પાકિસ્તાનની મેચને લઈને બધા ક્રિકેટ પ્રેમીઓ ધણાં ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા પણ ગયા વર્ષે દસ વિકેટની હારનો બદલો લેવા માટે ખૂબ જ બેતાબ છે, તેથી પાકિસ્તાન પણ એશિયા કપમાં મળેલી હારને ભૂલાવવા માંગે છે. પરંતુ આ વખતે પાકિસ્તાન માટે ટીમ ઈન્ડિયા સામે સામના કરવો આસાન નથી, તેનું કારણ છે હાલનાં 360 ડિગ્રી તરીકે ઓળખાતો સૂર્યકુમાર યાદવ. તેણે પોતાની બેટિંગથી છેલ્લાં કેટલાક મહિનામાં વિશ્વના દિગ્ગજ બોલરોને દંગ કરી દીધા છે. તાજેતરમાં જ ICC એ પણ સૂર્યકુમાર યાદવને લગતી પોસ્ટ પણ શેર કરી છે.
આ પણ વાંચો : વીડિયોમાં ‘વિરાટ’ની ગેરહાજરી : ચાહકોએ ICCને કર્યું ટ્રોલ
View this post on Instagram
સૂર્યકુમાર યાદવનાં ખતરનાક સાબિત થવાનાં કારણો
- તેનું ફોર્મ સારું ચાલી રહ્યું છે.
ચાલુ વર્ષમાં, સૂર્યકુમારે તેના પ્રદર્શન અને ચાહકોનું સ્તર મેચ દર મેચ વધાર્યું છે. 1 જાન્યુઆરીથી રમાયેલી 23 T20 મેચોમાં યાદવે 40.05ની એવરેજથી 801 રન બનાવ્યા છે. અને તેનો 184.56નો સ્ટ્રાઈક રેટ તેને આજના યુગમાં ખૂબ જ ખાસ બનાવે છે. હકીકતમાં તે રિઝવાન પછી આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે
- સૌથી મોટો સિક્સર કિંગ
જો સૂર્યકુમાર યાદવે સુપરથી ઉપરનો સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો છે, તો તેની પાછળ તેની ફટકારેલી સિક્સરનું મોટું યોગદાન છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી મોટા સિક્સર કિંગ તરીકે ઉભરી આવ્યા છે. તમે અનુમાન લગાવી શકો છો કે આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર મોહમ્મદ રિઝવાને માત્ર 19 સિક્સર ફટકારી છે, જ્યારે સૂર્યકુમારે 51 સિક્સર ફટકારી છે. તેના પછી બીજા નંબરે UAEના મોહમ્મદ વસીમ (43) અને ત્રીજા સ્થાને સિકંદર રઝા (35) છે.
- 360 ડિગ્રી ખતરનાક બની શકે છે
આધુનિક ક્રિકેટમાં, સૂર્યકુમાર યાદવ કદાચ એકમાત્ર બેટ્સમેન છે જે એવા શોટ રમે છે કે કોમેન્ટેટર્સ પણ એક વખત દાંત નીચે આંગળીઓ દબાવી દે છે. સૂર્યા પાસે દરેક દિશામાં રમવાની તાકાત છે. જેમ કે દિલસ્કોપ, સ્વીપસ્કૂપ, ઓવર પોઈન્ટ, ઓવર મિડઓફથી બેકફૂટ વગેરે વગેરે, જેણે સૂર્યકુમારને ખૂબ જ ખતરનાક બેટરમાં ફેરવ્યો છે.