રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ થયા બાદ વીવીએસ લક્ષ્મણ એશિયા કપ 2022માં જવાબદારી નિભાવશે. ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે અને ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે કરશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. લક્ષ્મણને ભારતીય ટીમનો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે.
યુએઈ જતા પહેલા ભારતીય કોચ દ્રવિડ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, ત્યારબાદ BCCI એ કહ્યું હતું કે દ્રવિડ ટીમ સાથે જઈ રહ્યો નથી. લક્ષ્મણ દ્રવિડની ગેરહાજરીમાં ભારતીય ટીમની સાથે ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયો હતો, જ્યાં ભારતે વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. પરંતુ દ્રવિડ એશિયા કપમાંથી સંપૂર્ણપણે બહાર નથી. જો તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો તે યુએઈમાં ટીમ સાથે જોડાશે. લક્ષ્મણ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડ્ડા, આવેશ ખાન સાથે હરારેથી દુબઈ જવા રવાના થયો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે આ ખેલાડીને ગણાવ્યો ખતરનાક ભારતીય બેટ્સમેન
VVS Laxman named interim Head Coach for Asia Cup 2022, says BCCI.
(Photo source: BCCI) pic.twitter.com/GK3l5ez3g6
— ANI (@ANI) August 24, 2022
દ્રવિડ થયા બહાર
ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ વાત એ છે કે રાહુલ દ્રવિડ હવે કોરોના પોઝિટિવ થઈ ગયો છે અને આવી સ્થિતિમાં તેના માટે એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સાથે હાજર રહેવું ઘણું મુશ્કેલ બની શકે છે. કારણ કે જ્યાં સુધી તે નેગેટિવ નહીં આવે અને ત્યાર બાદ ફિટ નહીં થાય ત્યાં સુધી તે ટીમમાં સામેલ થઈ શકશે નહીં.
એશિયા કપ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીન), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.
સ્ટેન્ડબાયઃ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, દીપક ચાહર