ટ્રેન્ડિંગબિઝનેસ

સૌર ઉર્જા ક્ષેત્રમાં આ ભારતીય કંપની 13 હજાર લોકોને આપશે નોકરી

Text To Speech
  • ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની સૌર ઉર્જા ક્ષેત્રમાં તેની ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને 10 GW સુધી વધારવા પર કામ કરી રહી છે. જેના કારણે 13 હજાર જેટલી નોકરીઓની ટક ઉભી થશે.

ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની સૌર ઊર્જા ક્ષેત્રમાં તેની ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને 10 GW સુધી વધારવા પર કામ કરી રહી છે. હાલમાં કંપની પાસે 4 ગીગાવોટની ક્ષમતા છે. માનવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપની કંપનીની ક્ષમતામાં વધારો કર્યા બાદ નવી સોલાર ક્ષમતાથી 13 હજારથી વધુ લોકોને નોકરી આપશે.

અદાણી ગ્રુપ પાસે અત્યારે 3000 મેગાવોટની ઓર્ડર બુક છે. આ ઓર્ડર 15 મહિનામાં પૂર્ણ કરવાનો છે. આ સિવાય અદાણી ગ્રુપે તાજેતરમાં વિદેશી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ પાસેથી $394 મિલિયનની રકમ એકત્ર કરી છે. ભારતે તેનું સૌર ઉર્જા ઉત્પાદન માર્ચ 2014માં 2.63 GW થી વધારીને જુલાઈ 2023 માં 71.10 GW કર્યું હતું. આવી સ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાની જરૂર જણાતા સરકારે અદાણી ગ્રૂપ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓને PLI યોજના અને અન્ય ઘણી યોજનાઓ દ્વારા પ્રોત્સાહિત કર્યા છે.

દર વર્ષે પાંચ ગીગાવોટ સોલર જનરેટ કરવાની યોજના

અદાણી સોલાર એનર્જીમાં અદાણી ગ્રુપ દર વર્ષે તેની ક્ષમતામાં 5 ગીગાવોટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અદાણી ગ્રુપ વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની બનવાની યોજના બનાવી છે. 2016માં અદાણી સોલારે 1.2 GW સાથે બાંધકામ શરૂ કર્યું હતું. 6 વર્ષથી ઓછા સમયમાં કંપનીએ તેની ક્ષમતામાં લગભગ 3 ગણો વધારો કર્યો છે.

13 હજારથી વધુ લોકોને મળશે નોકરી 

2030 સુધીમાં અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી સૌર ઇકોસિસ્ટમ ઉત્પાદન ક્ષમતા ધરાવવાની યોજના ધરાવે છે. કંપની 2027 સુધીમાં ગુજરાતના મુન્દ્રામાં 10 GW સાથે વિશ્વનું પ્રથમ સંકલિત અને વ્યાપક ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવી રહી છે. આના કારણે 13 હજાર લોકોને નોકરી મળવાની આશા છે. આજે બુધવારે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રીન એનર્જીનો શેર 1.15 ટકાના વધારા સાથે 985 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: 600 મિલિયન ડૉલરનું ઈન્ડિયા-જાપાન ફંડ (IJF) લોન્ચ

Back to top button