ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

આખા પાકિસ્તાનની GDP કરતાં બમણી રકમ તો ભારતની આ કંપની પાસે પૈસા છે, જાણો કઈ છે એ કંપની

Text To Speech
  • ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • પાકિસ્તાન દેવાના બોજથી દબાયેલું, આ ઉપરાંત મોંઘવારી અને બેરોજગારીએ ત્યાંની સ્થિતિને કરી વધુ ખરાબ

HD ન્યૂઝ ડેસ્ક, 29 મે: પાકિસ્તાનની જેટલી અર્થવ્યવસ્થા છે, તેનાથી બમણા પૈસા તો ભારતની એક સરકારી કંપની પાસે છે. અહીં અમે સરકારની માલિકીની વિશાળ વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC વિશે વાત કરી રહ્યા છીએ. ભારતીય શેરોમાં તીવ્ર ઉછાળાને કારણે LICની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM રૂ. 50 લાખ કરોડને વટાવી ગઈ છે. આ રકમ આપણા પાડોશી દેશ પાકિસ્તાનના જીડીપી કરતા બમણી છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024ના માર્ચ ક્વાર્ટરના અંતે એલઆઈસીની એયુએમ વાર્ષિક ધોરણે 16.48 ટકા વધીને રૂ. 51,21,887 કરોડ ($ 616 અબજ) થઈ છે. નાણાકીય વર્ષ 2023 ના અંતે તે રૂ. 43,97,205 કરોડ હતો.

નેપાળ અને શ્રીલંકાની GDP કરતાં અનેક ગણા વધારે પૈસા ભારતની કંપની પાસે

બીજી તરફ, IMF અનુસાર પાકિસ્તાનની જીડીપી માત્ર 338.24 અબજ ડોલર છે. આવી સ્થિતિમાં $616 બિલિયન સાથે LICની AUM પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કરતાં બમણી થઈ જાય છે. PM નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં LICની આ વિશાળ AUMની પ્રશંસા કરી હતી. LIC ની AUM માત્ર પાકિસ્તાન ($338 બિલિયન) જ નહીં પણ આપણા અન્ય પડોશી દેશો નેપાળ ($44.18 બિલિયન) અને શ્રીલંકા ($74.85 બિલિયન)ની GDP કરતાં ઘણી વધારે છે.

પાકિસ્તાન દેવાના બોજથી દબાયેલું

તે જ સમયે જો આપણે ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરીએ તો તે મોટા દેશોમાં સતત ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બીજી તરફ પાકિસ્તાન દેવાના બોજથી દબાયેલું છે. આ ઉપરાંત મોંઘવારી અને બેરોજગારીએ ત્યાંની સ્થિતિ વધુ ખરાબ કરી છે. પાકિસ્તાન પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

IMFને આ છે ચિંતા

IMFએ પાકિસ્તાનનું દેવું ચૂકવવાની ક્ષમતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. IMFએ કહ્યું કે પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા અને સામાજિક તણાવમાં વધારો તેની આર્થિક સ્થિરીકરણ નીતિઓને અસર કરશે. IMF અનુસાર પાકિસ્તાનને આગામી 5 વર્ષમાં 123 બિલિયન ડોલરના ધિરાણની જરૂર છે.

આ પણ વાંચો: લાહોર કરારનો ઉલ્લંઘન કરી અમે મોટી ભૂલ કરી : પૂર્વ PM નવાઝ શરીફ

Back to top button