મોસ્ટ પોપ્યુલર સ્ટાર્સના લિસ્ટમાં અભિનેતાઓ નહીં, અભિનેત્રીઓ મોખરે


- IMDbએ ટોપ 10 મોસ્ટ પોપ્યુલર સ્ટાર્સનું લિસ્ટ જારી કર્યુ . પહેલુ નામ ધાર્યા મુજબ શાહરૂખ ખાનનું, તો ત્યારબાદ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણએ બનાવી જગ્યા
IMDbએ ટોપ 10 ઈન્ડિયન સ્ટાર્સનું લિસ્ટ જારી કર્યુ છે. આ લિસ્ટમાં એ ભારતીય સ્ટાર્સના નામ સામેલ કરાયા છે, જેમને આઈએમડીબી પર સૌથી વધુ સર્ચ કરાયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ વર્ષે અભિનેતાઓ નહીં, પરંતુ અભિનેત્રીઓએ બાજી મારી છે. ટોપ 10 લોકપ્રિય સ્ટાર્સના લિસ્ટમાં ફક્ત ત્રણ અભિનેતા જ છે, બાકીની સાત ભારતીય અભિનેત્રીઓ છે. જુઓ આખુ લિસ્ટ
પહેલા સ્થાન પર લોકોની ધડકન
ટોપ 10 પોપ્યુલર સ્ટાર્સના લિસ્ટમાં સૌથી પહેલા શાહરૂખ ખાનનું નામ છે. 2023માં શાહરૂખની બે ફિલ્મો રીલીઝ થઈ છે. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી છે. હવે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ડંકી રિલીઝ થવાની છે. તે પણ 21 ડિસેમ્બરે આવશે.
આ અભિનેતાઓએ બનાવી જગ્યા
શાહરૂખ ખાન ઉપરાંત અક્ષય કુમાર અને વિજય સેતુપતિનું નામ પણ આ લિસ્ટમાં સામેલ કરાયું છે. અક્ષય કુમાર નવમાં અને વિજય સેતુપતિ દસમાં નંબરે છે. વિજય સેતુપતિએ શાહરૂખખાનની જવાન ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવ્યું હતુ. અક્ષયકુમારની ઓએમજી-2 બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.
બીજા સ્થાને આલિયા ભટ્ટ
આ લિસ્ટમાં શાહરૂખ બાદ બીજા સ્થાને આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટની રોકી ઓર રાનીકી પ્રેમ કહાની બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. તેને આ વર્ષે નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. બીજા અને ત્રીજા સ્થાને દીપિકા પાદુકોણ અને વામિકા ગબ્બીનું નામ છે. દીપિકાએ શાહરુખ ખાનની પઠાણ અને જવાનમાં કીમિયો કર્યો હતો. વામિકા ગબ્બીએ વેબ સીરીઝ ચાર્લી ચોપરા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલંગ વેલીમાં તેમજ ફિલ્મ ખુફિયામાં કામ કર્યુ છે.
ટોપ 10 લોકપ્રિય સ્ટાર
1. શાહરૂખ ખાન
2. આલિયા ભટ્ટ
3. દીપિકા પાદુકોણ
4. વામિકા ગબ્બી
5. નયનતારા
6. તમન્ના ભાટિયા
7. કરીના કપૂર ખાન
8. સોભિતા ધુલિપાલા
9. અક્ષય કુમાર
10. વિજય સેતુપતિ