કભી ઈદ કભી દિવાલીમાં ભાઈજાન સાથે જોવા મળશે આ હોટ અભિનેત્રી


સલમાન ખાનની અવનારી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નું ટાઇટલ લોન્સ થઈ ગયું છે. આ ફિલ્મ અનેક કારણોને લીધે ચર્ચામાં રહી છે. આ ફિલ્મ સ્ટાર-કાસ્ટને કારણે અવારનવાર હેડલાઇનમાં આવી છે. મેકર્સે આ ફિલ્મમાં શહનાઝ ગિલને લીધી છે. શહનાઝ ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થઈ હતી. હવે શ્વેતા તિવારીની દીકરી ને ‘બિજલી ગર્લ’ પલક તિવારીને કાસ્ટ કરી છે.
પલક તિવારીએ શૂટિંગ શરૂ કર્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાને જાતે જ પલક તિવારીને ફિલ્મ માટે કાસ્ટ કરી છે. પલક આ ફિલ્મમાં જસ્સી ગિલની સાથે જોવા મળશે. ફિલ્મમાં બંનેનો શાનદાર ટ્રેક પણ છે. પલકે શૂટિંગ શરૂ કરી દીધું છે.
પલકે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. ફરહાદ સામજીની ફિલ્મમાં ઘણાં કલાકારો છે, વેંકટેશ, પૂજા હેગડે, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ વગેરે છે. પલક ‘બિજલી’ મ્યૂઝિક વીડિયોને કારણે જાણીતી છે.

નોંધનીય છે કે પલકે સલમાન-આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ‘બિગ બોસ 15’માં પલક સ્પેશિયલ એપિસોડમાં સલમાન ખાન સાથે સ્ટેજ પર જોવા મળી હતી. પલકની માતા શ્વેતા તિવારી ‘બિગ બોસ 4’ની વિનર રહી ચૂકી છે.
થોડા સમય પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારબાદ મુંબઈ પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ છે. આ પહેલીવાર નથી કે એક્ટરને આ રીતની ધમકી મળી હોય. આ પહેલાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ધમકી આપી હતી. તેણે સલમાનને મારવા માટે ષડયંત્ર રચ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે નિષ્ફળ રહ્યું હતું.