Hondaનું આ બાઇક બન્યું ગ્રાહકોની નંબર 1 પસંદ, TVS અને Heroને પાછળ છોડી દીધા
- નવા મોડલ આવ્યા બાદ પણ આ બાઇકે ભારતીય બજારમાં પોતાની પકડ જાળવી રાખી છે
HD ન્યૂઝ ડેસ્ક, 27 ડિસેમ્બર: આજના યુગમાં નવયુવાન લોકોની ટુવ્હીલરમાં પહેલી પસંદ બાઇક રહેલી છે. તેઓ અન્ય ટુવ્હીલરમાં બાઇકની સરખામણીમાં ઓછો રસ ધરાવે છે. આ દરમિયાન દેશભરમાં 125cc એન્જીનવાળી બાઇકની ઘણી માંગ છે. ગ્રાહકોને હવે આ સેગમેન્ટમાં વધુ સારા વિકલ્પો મળી રહ્યા છે, પરંતુ એક એવી બાઇક છે જે વર્ષોથી ગ્રાહકોની પ્રથમ પસંદ રહી છે. નવા મોડલ આવ્યા બાદ પણ આ બાઇકે ભારતીય બજારમાં પોતાની પકડ જાળવી રાખી છે. આ બાઇક Honda Shine 125 છે… ગયા મહિને, આ બાઇકનું જોરદાર વેચાણ થયું હતું અને તે તેના સેગમેન્ટની સૌથી વધુ વેચાતી બાઇક બની ગઈ છે. આ બાઇકે TVS અને Heroને પણ પાછળ છોડી દીધા છે.
મહિનામાં આ બાઇક 145,530 યુનિટ્સ વેચાયા
નવેમ્બર મહિનામાં Honda Shineના 145,530 યુનિટ્સ વેચાયા હતા, જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 1,96,758 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જોકે આ વખતે વેચાણમાં લગભગ 50,758 યુનિટ્સનો ઘટાડો થયો હતો, તેમ છતાં પણ હોન્ડા શાઈન ટોચ પર રહી હતી. ગયા મહિને જ TVS Raiderના 31,769 યુનિટ વેચાયા હતા. જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 51,153 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ સિવાય, ગયા મહિને Hero Xtreme 125Rના માત્ર 25,455 યુનિટ્સ વેચાયા હતા, જ્યારે કંપનીએ આ વર્ષે ઓક્ટોબરમાં 39,735 યુનિટ વેચ્યા હતા.
બાઇકમાં 125cc એન્જિન ઉપલબ્ધ
હોન્ડા શાઈનમાં 125cc એન્જિન આપવામાં આવ્યું છે અને તેને ભરોસાપાત્ર એન્જિન પણ માનવામાં આવે છે, પરંતુ ડિઝાઇનના સંદર્ભમાં બાઇક ગ્રાહકોને હજુ પણ નિરાશ કરે છે. તેની સવારી કરતી વખતે વ્યક્તિ આત્મવિશ્વાસ અનુભવતો નથી. બાઇકની એક્સ-શોરૂમ કિંમત 80,250 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકને શાઈનમાં 100cc એન્જિન પસંદ કરવાનો પણ વિકલ્પ મળે છે. જેની કિંમત 65 હજારથી શરૂ થાય છે.
Honda Shineની TVSની આ બાઇક સાથે સ્પર્ધા
હોન્ડા શાઈન 125ની વાસ્તવિક સ્પર્ધા TVS Raider સાથે છે, જે ચોક્કસપણે એક શક્તિશાળી બાઇક છે. આ બાઇકની કિંમત 95,219 રૂપિયાથી શરૂ થાય છે. બાઇકની ડિઝાઇન તેના સેગમેન્ટમાં સૌથી સ્પોર્ટી અને સ્ટાઇલિશ છે.
ફીચર્સ: બાઇકમાં 124.8 cc એન્જિન છે, જે 8.37 kWનો પાવર અને 11.2 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. આ બાઈક 60 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે અને આ માઈલેજ રીઅર ટાઈમ છે. બાઇકના બંને ટાયર 17 ઇંચના ટાયર સાથે ફીટ કરવામાં આવ્યા છે. આ બાઇકની કિંમત 95,219 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં આગળના ભાગમાં 240mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 130mm ડ્રમ બ્રેકની સુવિધા ઉપલબ્ધ છે. આ બાઇકમાં 5-ઇંચનું TFT ક્લસ્ટર છે જે ઘણી સુવિધાઓથી સજ્જ છે. આ બાઇકમાં સ્પ્લિટ સીટ છે જે તેને સ્પોર્ટી લુક આપવામાં મદદ કરે છે.
આ પણ જૂઓ: 2025માં Volkswagen અને Skodaની આ કાર થઈ શકે છે લોન્ચ, અન્ય કાર પણ સામેલ; જૂઓ લિસ્ટ