ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીમાં આ ઘરેલુ નુસખા બાળકોને આપશે ફોડલી-અળાઇઓમાં રાહત

Text To Speech
  • બાળકોની સ્કીન સોફ્ટ હોય એટલે જલ્દી અસર થાય છે. 
  • ગરમીમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. 
  • બાળકોને લીમડાના પાણીથી સ્નાન કરાવી શકો છો. 

ગરમીની સીઝનની અસર નાના બાળકો પર તરત દેખાય છે, કેમકે તેઓ પોતાની કેર કરતા હોતા નથી. તેમની સ્કીન એટલી સોફ્ટ હોય છે કે ખૂબ જ જલ્દી ગરમીથી પ્રભાવિત થઇ જાય છે. માથાથી લઇને પગ સુધી ગરમીના લીધે અળાઇઓ, ફોડલીઓ જેવી તકલીફો જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયાના કારણે માથા અને ચહેરા પર દાણા નીકળે છે. આ બેક્ટેરિયાને સ્ટેફિલોકોક્સ ઓરિયસ કહેવાય છે. આ કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. પીડિયાટ્રીશિયન બાળકોમાં થતી આ સમસ્યાઓથી બચવાની રીત જણાવે છે.

ગરમીમાં આ ઘરેલુ નુસખા બાળકોને આપશે ફોડલી-અળાઇઓમાં રાહત hum dekhenge news

શું કહે છે ડોક્ટર્સ

બાળકોના ડોક્ટર્સ કહે છે કે ગરમીના દિવસોમાં તાપમાન વધુ હોવાના કારણે પરસેવાના લીધે રોમ છિદ્રો બંધ થવાનુ રિસ્ક વધી જાય છે. આવા સંજોગોમાં ત્વચા પર ફોડલીઓ થાય છે. બાળકોની ઇમ્યુનિટિ નબળી હોવાના લીધે પણ આ સમસ્યા થઇ શકે છે. લોહીમાં કોઇ પ્રકારની સમસ્યા, પોષણમાં કમી કે એલર્જીના લીધે પણ દાણા કે ફોડલીઓ થઇ શકે છે. આ સીઝનમાં બાળકોને ધૂળ અને માટીથી બચાવીને રાખવા જોઇએ.

ગરમીમાં આ ઘરેલુ નુસખા બાળકોને આપશે ફોડલી-અળાઇઓમાં રાહત hum dekhenge news

બાળકોને આ રીતે બચાવો

  • પીડિયાટ્રિશિયન કહે છે કે ગરમીની સીઝનમાં બાળકોને ખુલ્લા અને હળવા કલરના કપડા પહેરાવા જોઇએ. કોટન ફેબ્રિક યોગ્ય રહેશે
  • બાળકોને લીમડાના પાણીથી નવડાવવા જોઇએ. બાળકો નહાવા બેસે ત્યારે તેમાં લીમડાના પત્તા નાખી દો. આ ઉપાય પણ અસરકારક છે.
  • બાળકોને ફોડલીઓ થઇ હોય ત્યાં સારો પાવડર લગાવો, ગુલાબજળ કે લેક્ટોકેલામાઇન પણ લગાવી શકાય છે.
  • આ એક પ્રકારનું સંક્રમણ છે. તેનું કારણ સ્વચ્છતાનો અભાવ પણ હોઇ શકે છે. ગરમીથી બચાવવા માટે બાળકોના હાઇજીનનો ખાસ ખ્યાલ રાખો.
  • ફોડલીઓ કે અળાઇઓ થાય ત્યારે બરફ કે ઠંડા પાણીથી બાળકોની ત્વચાની સફાઇ કરવી જોઇએ.
  • બાળકોના માથામાં ફોડલીઓ થઇ ગઇ હોય ત્યારે વર્જિન કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવાથી સારુ રિઝલ્ટ મળે છે.
Back to top button