મધ્યપ્રદેશના આ હિલસ્ટેશન પર વરસાદમાં થશે સ્વર્ગ જેવો અહેસાસ, જરૂર કરો વિઝિટ
- જો તમે તમારા પરિવાર સાથે હિલ સ્ટેશન પર શોર્ટ ટ્રિપ પ્લાન કરવા ઈચ્છતા હો તો તમે પચમઢીની મુલાકાત લઈ શકો છો અને આ સ્થળની મુલાકાત લાઈફમાં એક વખત તો લેવા જેવી જ છે
પચમઢી મધ્યપ્રદેશનું ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે. વરસાદના દિવસોમાં અહીંની મુલાકાત તમને શિમલા જેવો અનુભવ અપાવશે. અહીંની હરિયાળી, ધોધ અને ખીણો તમને એક અલગ જ અહેસાસ કરાવે છે. જો તમે ચોમાસાની ઋતુમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો પચમઢી તેના માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. જો તમે તમારા પરિવાર સાથે હિલ સ્ટેશન પર શોર્ટ ટ્રિપ પ્લાન કરવા ઈચ્છતા હો તો તમે પચમઢીની મુલાકાત લઈ શકો છો અને આ સ્થળની મુલાકાત લાઈફમાં એક વખત તો લેવા જેવી જ છે. જો તમે પચમઢીની મુલાકાતે જઈ રહ્યા હો તો બીજા પાંચ સ્થળોની મુલાકાત પણ અચૂક લેજો.
પચમઢીમાં જોવાલાયક 5 સ્થળો
સતપુડા નેશનલ પાર્ક
સતપુડા નેશનલ પાર્ક મધ્ય પ્રદેશમાં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે તેની સમૃદ્ધ જૈવવિવિધતા માટે જાણીતું છે. અહીં તમે વાઘ, ચિત્તા, હરણ અને અનેક પ્રકારના પક્ષીઓ જોઈ શકો છો. તમે જીપ સફારી પર પણ જઈ શકો છો. આ પાર્કમાં તમે ટ્રેકિંગ અને કેમ્પિંગની મજા પણ માણી શકો છો.
પચમઢી તળાવ
પચમઢી તળાવ એ પચમઢીના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. આ તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. તમે અહીં હોડીની સવારી કરી શકો છો, માછીમારી પણ કરી શકો છો અથવા ફક્ત તમે તળાવ કિનારે બેસીને આરામ પણ કરી શકો છો.
જટાશંકર ગુફા
જટાશંકર ગુફા ભગવાન શિવને સમર્પિત પ્રાચીન ગુફાઓનો એક સમુહ છે. આ ગુફામાં ઘણા પ્રાચીન શિલાલેખો અને શિલ્પો છે. એવી માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન શિવે તપસ્યા કરી હતી.
પાંડવ ગુફાઓ
પાંડવ ગુફાઓ પાંડવોને સમર્પિત પાંચ ગુફાઓનો સમૂહ છે. ગુફાઓમાં અનેક દિવાલ ચિત્રો અને મૂર્તિઓ છે. એવું માનવામાં આવે છે કે પાંડવોએ વનવાસ દરમિયાન આ ગુફાઓમાં નિવાસ કર્યો હતો.
ધૂપગઢ
ધૂપગઢ પચમઢીનું સૌથી ઊંચું સ્થાન છે. અહીંથી તમે સમગ્ર પચમઢીનો અદભૂત નજારો જોઈ શકો છો. સૂર્યાસ્ત જોવા માટે આ એક લોકપ્રિય સ્થળ છે. તેને સન સેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ મોનસુન ટ્રાવેલ લવર્સ હોવ તો પહોંચી જાવ આ જગ્યાઓ પર, પાર્ટનર પણ થશે ખુશ