દિલ્હી બાદ આ હિલ સ્ટેશન બન્યુ સૌથી પ્રદુષિત સ્થાન
- શિમલા, નૈનીતાલ લોકોના રોજના પિકનિક સ્પોટ બન્યા છે
- હવે તેમાં વધુ એક હિલસ્ટેશનનું નામ એડ થયું છે
- વધુ લોકોની અવર જવર વાયુ પ્રદુષણ વધારે છે
જ્યારે ગરમી આવે છે, ત્યારે ફરવા માટે તમે ઓફબીટ કે અનોખી જગ્યા શોધતા રહો છો. જ્યાં કોઇ ભીડ ભાડ ન હોય, પરંતુ તેવી જગ્યાએ તમને પ્રદુષણ મળી જાય તો. ચારેય બાજુ ભીડ ભાડ દેખાય તો. તમારી બધી મજા ધૂળમાં ભળી જાય છે. શિમલા, નૈનીતાલ જેવી જગ્યા તો લોકો માટે રોજનું પિકનિક સ્પોટ બની ગયુ છે. હવે તેમાં દાર્જિંલિંગનું નામ પણ આવી ગયુ છે.
સમુદ્રતટથી 67000 ફુટથી વધુની ઉંચાઇ પર આવેલુ પશ્વિમ બંગાળનું આ હિલ સ્ટેશન આવનારા સમયમાં સૌથી પ્રદુષિત જગ્યા કે હિલ સ્ટેશન બની શકે છે. કોલકતાની બોસ સંસ્થા અને આઇઆઇટી કાનપુરના સંશોધકોના અભ્યાસ મુજબ દાર્જિલિંગ ખૂબ જ જલ્દી બંગાળના છ અન્ય શહેરોના લિસ્ટમાં આવી શકે છે, જે આવનારા સમયમાં કોઇ કામનું નહીં રહે.
સૌથી વધુ પ્રદુષિત હશે દાર્જિલિંગ
ગરમીમાં PM10નું સ્તર 105 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર પહોંચવાની આશા છે. સદીઓમાં તો આ સ્તર ઓર વધી શકે છે. જે આ જગ્યાને પોલ્યુટેડ બનાવશે. આપણે પણ જોઇ રહ્યા છીએ કે ઠંડીની સરખામણીમાં ગરમીમાં લોકો સૌથી વધુ હિલ સ્ટેશન જાય છે અને ભારે સંખ્યામાં આ ભીડ દાર્જિલિંગમાં જોવા મળે છે. જો આ વસ્તુનો હલ નહીં નીકળે તો દાર્જિલિંગની હવા 10 વર્ષમાં દિલ્હી કરતા પણ ખરાબ થઇ જશે.
દાર્જિલિંગમાં વાયુ પ્રદુષણનું કારણ
કોઇ પણ જગ્યા પર વાયુ પ્રદુષણ વધવાના કારણ વાહનોની સંખ્યા હોય છે. અહીં ઠંડીમાં 20 ટકા અને ગરમીમાં આ સંખ્યા વધીને 30 ટકા થાય છે. પ્રદુષણના અન્ય પણ સોર્સ છે જેમ કે બાયોમાસ સળગાવવુ. દાર્જિલિંગ એક ઠંડી જગ્યા છે આ કારણે ત્યાં ઘણી વસ્તુઓમાં હીટિંગ એનર્જીની જરૂર પડે છે.
આ પણ વાંચોઃ Arrange Marriage કરવા જઇ રહ્યા હો તો પાર્ટનર વિશે આ જાણવુ જરૂરી