24 કલાકમાં માત્ર 30 મિનિટ જ સુવે છે આ વ્યક્તિ, સુપર એક્ટિવ રહેવાનું જણાવ્યું રહસ્ય
ટોકિયો, 3 સપ્ટેમ્બર, સમયની સાથે માણસે ઘણી પ્રગતિ કરી છે. તે હવે ઘણી એવી વસ્તુઓ સરળતાથી કરી શકે છે જે 50 વર્ષ પહેલા અકલ્પનીય હતા હવે મેડિકલ સાયન્સમાં આવી વસ્તુઓ આવી ગઈ છે જે માનવીની ક્ષમતામાં સતત વધારો કરી રહી છે. જો કે, અમર બનવું એ હજી પણ મનુષ્ય માટે એક સ્વપ્ન છે. સંપૂર્ણ રીતે ફિટ રહેવા માટે દરરોજ 8 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ ઘણા લોકો 9 કલાક 6 કલાક, અથવા 5 કલાક ઊંઘતા હોય છે. પરંતુ જાપાનના એક વ્યક્તિનો દાવો છે કે છેલ્લા 12 વર્ષથી તે દરરોજ માત્ર 30 મિનિટ જ ઊંઘે છે એવું સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.
દરેક વ્યક્તિ પોતાની જીવનશૈલી જીવે છે. તાજેતરમાં, એક જાપાની વ્યક્તિએ લાંબા સમય સુધી જીવવા માટે તેની ઊંઘ અડધા કલાક સુધી મર્યાદિત કરી. તેણે તેની જૈવિક ઉંમરને હેક કરવાની ફોર્મ્યુલા શોધી કાઢી છે. તેની પાસે કેટલાંક રહસ્ય છે જેનો ઉપયોગ કરીને તે તેની ઉંમર કરતા ઘણો નાનો દેખાય છે અને તે દાવો કરે છે કે તે તેની આનુવંશિક ઘડિયાળને રિવર્સ કરી રહ્યો છે. તેની ઉંમર બમણી કરવા માટે, તે 24 કલાકમાં માત્ર 30 મિનિટની ઊંઘ લે છે. તે કહે છે કે હવે તેના મગજને પણ તે જ રીતે તાલીમ આપવામાં આવી છે અને તે ઓછી ઊંઘ છતાં પણ સારી રીતે કામ કરે છે અને થાક અનુભવતો નથી. તે છેલ્લા 12 વર્ષથી આ દિનચર્યાનું પાલન કરી રહ્યો છે.
40 વર્ષીય જાપાની ડાઈસુકે હોરી નામના વ્યક્તિએ પોતાની એક થિયરી બનાવી છે. હ્યોગોના રહેવાસી હોરી પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે અને તેને સંગીત, પેઇન્ટિંગ તેમજ મિકેનિકલ ડિઝાઇનિંગનો શોખ છે. વ્યવસાયે બિઝનેસમેન છે અને સંપૂર્ણ રીતે ફિટ છે. તે 24 કલાકમાં માત્ર 30 મિનિટ જ ઊંઘે છે, લોકોને આશ્ચર્ય થાય છે કે તે આટલી ઓછી ઊંઘ લેવા છતાં આટલો એક્ટિવ કેવી રીતે છે. તેના પર તે કહે છે કે તેણે ઓછી ઊંઘ માટે પોતાના શરીર અને મનને સંપૂર્ણ રીતે તાલીમ આપી છે. તેણે પોતાના રોજિંદા જીવનમાં કામના કલાકો વધારવા માટે આ કર્યું છે.
હોરીએ 12 વર્ષ પહેલા ઓછી ઊંઘની આદત કેળવવાની શરૂઆત કરી હતી. 2016 માં તેણે જાપાન શોર્ટ સ્લીપર્સ ટ્રેનિંગ એસોસિએશનની શરૂઆત કરી, જ્યાં તે લોકોને સ્વાસ્થ્ય અને ઊંઘ સંબંધિત કલાસ આપે છે. તે દરરોજ જીમમાં એક કલાકથી વધુ સમય ફાળવે છે. હોરીને જાપાની રિયાલિટી શોમાં 3 દિવસ સુધી ફોલો કરવામાં આવ્યો હતો અને તે ખરેખર માત્ર 26 મિનિટની ઊંઘ પછી સંપૂર્ણ ઊર્જા સાથે જાગી ગયો હતો.
આવી જીવનશૈલી અપનાવવામાં કોફી છે મદદરૂપ
સ્લીપર્સ ટ્રેનિંગ એસોસિએશનમાં હોરીએ અત્યાર સુધીમાં 2100 યુવાનોને ઓછી ઊંઘ સાથે જીવવાની ટ્રિક્સ શીખવી છે. તે કહે છે કે જો તમે તમારા રોજિંદા જીવનમાં કોઈપણ રમત રમવાની ટેવ પાડો છો, તો ઓછી ઊંઘ લેવી તમારા માટે મુશ્કેલ કામ નહીં હોય. હોરીનો દાવો છે કે કોફી આવી જીવનશૈલી અપનાવવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે. તે ખાવાના એક કલાક પહેલા કોફી પીવે છે, જેના કારણે તેને ઊંઘ અને થાકનો સામનો કરવો પડતો નથી.
આ પણ વાંચોઃ ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી: IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ