ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO, 70 લાખ નવા શેર જારી થશે
મુંબઈ, 30 નવેમ્બર : ટેક્સટાઈલ સેક્ટર સાથે સંબંધિત કંપની બોરાના વીવ્સ લિમિટેડ IPO માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. ગુજરાત સ્થિત આ કંપનીએ આઈપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યો છે. આ મેઈનબોર્ડ આઈપીઓમાં 70 લાખ ઈક્વિટી શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે. સેબીની મંજૂરી બાદ કંપની આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ સહિત અન્ય માહિતી આપશે.
આ IPOનો ઉદ્દેશ કાર્યકારી મૂડીની વૃદ્ધિની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ સુરક્ષિત કરવાનો પણ છે. બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેએફઆઇએન ટેક્નોલોજીસ લિમિટેડ આઇપીઓના રજિસ્ટ્રાર છે. તેના ઇક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે.
શું તમે પણ શેરબજારથી કંટાળી ગયા છો, તો બોન્ડમાં કરો પૈસાનું રોકાણ, જાણો કેટલું વળતર આપે છે?
કંપની વિશે
સુરતમાં ત્રણ યુનિટ ધરાવતી બોરાના વીવ્ઝ, અનબ્લીચ્ડ સિન્થેટિક ગ્રે ફેબ્રિકના ઉત્પાદનમાં નિષ્ણાત છે. ફેશન, પરંપરાગત કાપડ, ટેકનિકલ કાપડ, ઘરની સજાવટ અને આંતરીક ડિઝાઇનિંગ જેવા ઉદ્યોગોમાં વધુ પ્રક્રિયા (ડાઇંગ અને પ્રિન્ટીંગ સહિત) માટે તેનો ઉપયોગ થાય છે.
નાણાકીય સ્થિતિ કેવી છે?
બોરાના વેવ્ઝની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2024 માં ચોખ્ખો નફો 23.6 કરોડ રૂપિયા હતો. જ્યારે આવક 199 કરોડ રૂપિયા હતી. છ મહિનાના સમયગાળામાં નફો રૂ. 17.9 કરોડ હતો અને આવક રૂ. 133 કરોડ હતી.
ડિસેમ્બરમાં આવી રહેલી ઘણી કંપનીઓના IPO
આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં ઓછામાં ઓછી 10 કંપનીઓ IPO દ્વારા 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. ડિસેમ્બરમાં સુપરમાર્ટ જાયન્ટ મેગા માર્ટ અને બ્લેકસ્ટોનની માલિકીની ડાયમંડ ગ્રેડિંગ કંપની ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (ઇન્ડિયા) લિમિટેડ જેવી કંપનીઓ તૈયારીમાં છે. તેમાં એજ્યુકેશન-ફોકસ્ડ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) અવન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ, TPG કેપિટલ સમર્થિત સાઇ લાઇફ સાયન્સ, હોસ્પિટલ ચેઇન ઓપરેટર પારસ હેલ્થકેર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્ક DAM કેપિટલ એડવાઇઝર્સનો પણ સમાવેશ થાય છે. આગળ જોતાં, આગામી મહિનામાં 30 થી વધુ IPOની અપેક્ષા છે.
આ પણ વાંચો :દીકરીના લગ્ન માટે પૈસા જોઈએ છે, ઉધાર લેવાની જરૂર નથી, -આ રહ્યા વિકલ્પો
બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત
ગોલ્ડ ફંડ કે ગોલ્ડ ETF, કોણ આપશે વધુ નફો? જો તિજોરી ભરવાની ઉતાવળ છે તો અહીં રોકાણ કરો
ક્રેડિટ કાર્ડ વિના એરપોર્ટ પર માણો loungeનો આનંદ, આ ડેબિટ કાર્ડ કરશે મદદ
‘વડાપાવ’ કે ‘ચાની કીટલી’, કયા ધંધામાં છે વધુ કમાણી?
બાળકનો જન્મ થતાં જ કરો આ કામ, 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં કરોડપતિ બની જશે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw