રેલ દુર્ઘટનાનો રેકોર્ડ બનાવવા માંગે છે આ સરકાર: ઝારખંડ ટ્રેન અકસ્માત પર અખિલેશ યાદવ
- ઝારખંડમાં હાવડા-મુંબઈ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત અંગે કોંગ્રેસ અને શિવસેના (UBT) નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી
નવી દિલ્હી, 30 જુલાઈ: ઝારખંડમાં હાવડા-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં બે મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટના પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, “આ સરકાર પેપર લીક જેમ રેલ દુર્ઘટના પર રેકોર્ડ બનાવવા માંગે છે. સરકારે પેપર લીકમાં રેકોર્ડ બનાવ્યો અને હવે રેલવે અકસ્માતો… સરકાર માત્ર મોટા દાવા કરે છે. ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે સરકારે કંઈક કરવું જોઈએ.”
#WATCH | On railway accident in Jharkhand and landslide in Kerala, Samajwadi Party MP Akhilesh Yadav says, “It seems that the government wants to make a record in every field. A record is also going to be made of the number of paper leaks. Despite the govt’s claims of safety and… pic.twitter.com/MrDjXkf1ew
— ANI (@ANI) July 30, 2024
કોંગ્રેસ અને શિવસેના (UBT) નેતાઓએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ આ અકસ્માત અંગે કહ્યું કે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપવું જોઈએ.
શિવસેના (UBT) નેતાએ શું કહ્યું?
ઝારખંડ ટ્રેન દુર્ઘટના અંગે શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, “આ ખૂબ જ શરમજનક છે કે આવી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ બની રહી છે. રેલ અકસ્માતો પર કોઈ પગલાં લેવાતા નથી. રેલવે મંત્રી પ્રચારમાં વ્યસ્ત છે. કમનસીબે , તેઓ સંસદમાં કોઈ ચર્ચા કરવા દેતા નથી.
ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
મહત્ત્વપૂર્ણ છે કે, ઝારખંડના ચક્રધરપુર રેલવે વિભાગના બારાબામ્બો રેલવે સ્ટેશન પાસે હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આમાં બે મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં રેલવે કર્મચારીઓ ઘાયલોને બચાવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 80 ટકા મુસાફરોને ઘટના સ્થળેથી ચક્રધરપુર રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવ્યા છે.
ટ્રેન હાવડાથી મુંબઈ જઈ રહી હતી
રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન નંબર 12810 હાવડા-CSMT એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ચક્રધરપુર નજીક લગભગ 3:45 વાગ્યે ચક્રધરપુર ડિવિઝનના રાજખારસ્વન વેસ્ટ આઉટ અને બારામ્બો વચ્ચે અકસ્માત થયો હતો. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે.
CM હેમંત સોરેને સૂચના આપી હતી
આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી હેમંત સોરેને સિંઘભૂમ અને સેરાઈકેલા-ખારસાવાન જિલ્લા મેજિસ્ટ્રેટને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ સાથે તેમણે દરેક જરૂરી મદદ પૂરી પાડવાની વ્યવસ્થા કરવા સાથે સ્થળ પર હાજર લોકોને માહિતી આપવા સૂચના પણ આપી છે.
આ પણ જૂઓ: ઝારખંડમાં મોટી રેલ દુર્ઘટના, ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના ડબ્બા પાટા પરથી ઉતર્યા