ગુજરાતટ્રેન્ડિંગનેશનલફન કોર્નરવિશેષવીડિયો સ્ટોરી

ગૂગલ મેપના ભરોસે કયાં પહોંચી ગયા? શૉર્ટકટ લેવાનું પડ્યું મોંઘું, જુઓ વીડિયો

Text To Speech

ઉટી, 30 જાન્યુઆરી : આજકાલ આપણે જ્યાં પણ જવા માંગીએ છીએ ત્યાંનાં બધા રસ્તા આપણે જાણતા નથી તેથી ગૂગલ મેપનો સહારો લેવો પડે છે. ઘણી વખત તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે પરંતુ, ઘણી વખત ગૂગલ મેપ મૂંઝવણમાં પણ મૂકે છે. એ જ રીતે કેટલાક યુવાનોને ગૂગલ મેપનો ઉપયોગ કરવો મુશ્કેલ પડ્યો. કેટલાક લોકો ગૂગલ મેપ પર શોર્ટકટ રૂટથી કર્ણાટક જઈ રહ્યા હતા અને પછી ગૂગલ તેમને એવી જગ્યાએ લઈ ગયું કે ત્યાંથી નીકળવું તેના માટે મુશ્કેલ થઈ ગયું. તેમને બહાર નીકળવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગૂગલ મેપએ મૂક્યા મુશ્કેલીમાં

આ ઘટના ઉટી નજીક નીલગીરીમાં બની હતી. જ્યાં કર્ણાટકના કેટલાક મિત્રો મુલાકાત લેવા તમિલનાડુના ગુડાલુર શહેરમાં ગયા હતા. પરત ફરતી વખતે મિત્રોએ ઝડપથી કર્ણાટક પહોંચવા માટે શોર્ટકટ માર્ગ લેવાનું નક્કી કર્યું. શોર્ટકટ રૂટ માટે તેણે ગૂગલ મેપની મદદ લીધી અને મેપ પર કર્ણાટકનો સૌથી ઝડપી રસ્તો સર્ચ કર્યો. નેવિગેશનના આધારે તે લોકો તેની SUVમાં એવા વિસ્તારમાં પહોંચ્યા જ્યાંથી ઉપર અને નીચે જવા માટે સીડીઓ હતી. જેના કારણે તેની કાર સીડી પર ફસાઈ ગઈ. જેના કારણે તેની કાર આગળ-પાછળ પણ જઈ શકતી ન હતી. ત્યારબાદ તેમને સમજાયું કે શોર્ટકટના ચક્કરમાં તેઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

વીડિયો જોયને લોકોએ આપ્યા પોતાના અભિપ્રાય

એસયુવીને આ હાલતમાં ફસાયેલી જોઈને કેટલાક સ્થાનિક લોકો તેમની મદદ કરવા પહોંચ્યા. તેમજ, પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફસાયેલા વાહનને બહાર કાઢવામાં મદદ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ અને કેટલાક સ્થાનિક લોકો ટોયોટા એસયુવીને સીડી પરથી નીચે ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો ગૂગલ મેપ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે કેવી રીતે ગૂગલ મેપ લોકોને મુશ્કેલીમાં મૂકે છે.

આ પણ વાંચો : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરનું બાંધકામ ફરી 15 ફેબ્રુઆરીથી શરુ થશે

Back to top button