ટોપ ન્યૂઝનેશનલ

વિકસીત ભારતની આ ભવ્ય તસવીર: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સપ્રેસ વેના પહેલા ફેઝને ખુલ્લો મૂક્યો છે. જેમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પહેલા ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા દિલ્હી – દૌસા – લાલસોટ સુધીનો હાઈવે તૈયાર છે. તેમજ પહેલા ફેઝમાં 246 કિલોમીટરનો હાઈવે બનાવાયો છે. સાડા 3 કલાકમાં દિલ્હીથી જયપુર પહોંચી શકાશે. તથા 12,150 કરોડ રૂપિયાના ખર્ચે હાઈવે તૈયાર કરાયો  છે.

 

દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ ફેઝ 246 કિમી લાંબો છે, જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થઈ જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિમી હશે.

આ પણ વાંચો: સુરત: માંડવીના પિપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું 

સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે રોકાણ કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે રોકાણ કરે છે. તેમજ દિલ્હીથી જયપુર 3 કલાકમાં પહોંચાશે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ ફાળવ્યા છે. આ રોકાણનો સૌથી મોટો લાભ રાજસ્થાનને થશે. એક્સપ્રેસ વેથી અનેક રાજ્યોને લાભ થશે. એક્સપ્રેસ વેથી રાજસ્થાનનો પણ ફાયદો થશે. વિકસીત ભારતની આ ભવ્ય તસવીર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી-દૌસા-લાલસોટ ફેઝને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સભાને સંબોધિ હતી.

આ પણ વાંચો:  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે!, નવું નામ સામે આવ્યું

ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ

પીએમ મોદીએ કહ્યું કે આજે મને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરતાં ખૂબ જ ગર્વ થાય છે. તે દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે. વિકસિત ભારતનું આ બીજું ભવ્ય ચિત્ર છે. હું દૌસાના રહેવાસીઓ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વર્ષના બજેટમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ રકમ 2014માં જોગવાઈ કરાયેલી રકમ કરતાં પાંચ ગણી છે. આ રોકાણથી રાજસ્થાનને ઘણો ફાયદો થવાનો છે.

રૂ.18,100 કરોડથી વધુની કિંમતના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું

વડાપ્રધાને દૌસામાં રૂ.18,100 કરોડથી વધુની કિંમતના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આવા આધુનિક રસ્તાઓ, આધુનિક રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક, મેટ્રો અને એરપોર્ટ બનાવવામાં આવે છે, ત્યારે દેશની પ્રગતિ વેગ પકડે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ વધુ રોકાણકારોને આકર્ષે છે. કેન્દ્ર સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત જંગી રોકાણ કરી રહી છે. પીએમએ વધુમાં કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર રાજસ્થાન અને દેશની પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખશે.

 

 

Back to top button