ટ્રાવેલટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

આ યુવતી પોતાની મરજી પ્રમાણે કામ કરીને લાખોમાં કમાણી કરે છે, જાણો કેવી રીતે

  • નથી પસંદ 9થી 5 ની જોબ આ છોકરીને
  • ફ્રિલાન્સ કામની સાથે સ્ટડી પણ કરે છે
  • પોતાની કમાણીના પૈસા કરે છે ઈન્વેસ્ટ

HDNEWS, 20એપ્રિલ: જો એવું થાય કે તમને તમારી રૂચિની નોકરી મળે છે તો કેવો આનંદ થાય. ગમતાનો કરીએ ગુલાલની જેમ તમે હરખથી કામ કરશો જેમાં પૈસાની સાથે સંતોષ પણ મળશે. બસ કઁઈક આવી જ રીતે એક છોકરી પોતાની મરજી પ્રમાણે કામ કરીને આરામથી લાખોની કમાણી કરીને પોતાની પર્સનલ  અને વર્ક લાઈફ  મેનેજ કરે છે જરા વિચારો કેવું સારું લાગે. એક ખાનગી રિપોર્ટ પ્રમાણે અમેરીકાની હોસ્ટનમાં રહેનારી ગ્રેસ રયુ નામની છોકરી પણ કંઈક આ જ રીતે પોતાની લાઈફ જીવી રહી છે. તેનું કહેવું  છે કે પોતે આખી જીંદગીમાં ક્યારેય 9 થી 5  બેસીને નોકરી નથી કરી.

 

View this post on Instagram

 

A post shared by Grace Ann Ryu (@graciasryu)

વર્ષે કમાય છે 80 લાખ

23 વર્ષની એક કોલેજ સ્ટુ઼ડન્ટ ગ્રેસ રયુએ કમાવવાનો નવો રસ્તો શોધ્યો છે. જેમાં તે 96000 ડોલર એટલે કે 80 લાખ 15 હજાર રુપિયાથી પણ વધારેની કમાણી કરે છે. આના માટે તેને ક્યાંય ટકીને નોકરી કરવાની જરુર નથી. ગ્રેસ જણાવે છે કે મહત્ત્વની વાત એ છે કે તમારું જ્યાં મન કરે, નોકરી કરવા લાગો.  આમ તે મરજી પડે ત્યાં કામ કરી લે છે અને રુપિયા પણ રળી લે છે આ માટે  તે હોસ્પિટાલિટીથી લઈને ટેક્નોલોજી અને સેલ્સ સુધીની નોકરી પણ કરી લે છે. હાલમાં તે કામ કરવાની સાથે ટેક્સાસની એક યુનિવર્સિટીમાં રિક્રેએશન, પાર્ક અને ટૂરિઝમ સાયન્સ વિશે સ્ટડી  પણ કરી રહી છે.

9થી 5 આપણાથી ના થાય

ગ્રેસ રયુએ જણાવ્યું કે તેણે ન્યુયોર્કમાં કેટલાક મહિના સુધી લિવ ઈન આયા તરીકે નોકરી કરી. બે મહિના પછી ટેક્સાસ પાછી આવી ગઈ અને અહીં પણ તે આયાની નોકરી કરવા લાગી. આ સિવાય તેણે ટેક સેલ્સ અને એકાઉન્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું. ડોગવોકર, ક્રિએટર, ટિકટોક પાર્ટનર ઈન્ફ્લુએન્સર, માર્કેટર જેવી ઘણી બધી ફ્રિલાન્સ નોકરીઓ કર્યા પછી પોતાના માતા-પિતાના ઘરે રહેવા પાછી કોરિયા જતી રહી. આ સિવાય તેની પાસે પોતાનું એક ઘર પણ છે, ઘરને પણ ભાડી આપીને પૈસા કમાવી રહી છે. આમ ફ્રિલાન્સના નાના-મોટા કામ કરીને કમાયેલા પૈસાનું ઈન્વેસ્ટ કરીને તે હવે આરામથી હરે ફરે છે.ગ્રેસનું કહેવુ છે કે તે ક્યારેય પણ નોકરી કરવા નથી માંગતી અને તે આ રીતે જીવવા માંગે છે.

આ પણ વાંચો: નારાયણ મૂર્તિના પાંચ મહિનાના અબજોપતિ પૌત્રે આટલા કરોડની કરી પહેલી કમાણી

Back to top button