બિઝનેસ

મનોરંજન ક્ષેત્રની આ દિગ્ગજ કંપની પણ કરશે છટણી, 7,000 કર્મચારીઓ થશે બેરોજગાર

Text To Speech

વિશ્વભરમાં છટણીનો દોર જોવા મળી રહ્યો છે. અનેક મોટી મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ફેસબુક, મેટા, ગૂગલ, ટ્વિટર બાદ હવે એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝની પણ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.

7,000 કર્મચારીઓની છટણી

Disneyના એક્ઝિક્યુટિવ ચેરમેન બોબ ઈગરે જણાવ્યું હતું કે કંપની 7,000 કર્મચારીઓને ઘટાડવાનું વિચારી રહી છે. હાલમાં, કંપની દ્વારા અસરગ્રસ્ત કર્મચારીઓને રાહત પેકેજ આપવામાં આવશે કે નહીં તેની માહિતી આપવામાં આવી નથી. પરંતુ ડિઝનીએ ગઈ કાલે તેના 3.2 ટકા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા આ નિર્ણય કંપનીમાં $ 5.5 બિલિયનના ખર્ચને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.

disneyમાં છટણી-humdekhengenews

1 ઓક્ટોબર સુધી 2,20,000 લોકોને હાયર કર્યા હતા

જાણકારી મુજબ Disney એ 1 ઓક્ટોબર સુધી 2,20,000 લોકોને હાયર કર્યા હતા. તેમાંથી લગભગ 1,66,000 યુએસમાં અને 54,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. ત્યારે વૈશ્વિક મંદીને ટાંકીને કંપનીઓ તેમના ખર્ચ બચાવવા અથવા ખર્ચ ઘટાડવાના માટે ઝડપી છટણી કરી રહી હોવાનું જણાવ્યુ હતું. આ છટણી અંગે માહિતી આપતા ડિઝનીના CEO બોબ ઈગરે કહ્યું કે હું આ નિર્ણયને હળવાશથી લેતો નથી. વિશ્વભરના અમારા કર્મચારીઓની પ્રતિભા અને સમર્પણ માટે મને ખૂબ જ આદર છે.

આ કારણે લેવાયો નિર્ણય

Disney ની વિડિયો સ્ટ્રીમિંગ સેવા Disney + Hotstar એ 31 ડિસેમ્બ, 2022 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.8 મિલિયન પેઇડ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે. એટલે આ કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા ઘટીને 168.1 મિલિયન થઈ ગઈ હતી. એક્ટિવિસ્ટ રોકાણકાર નેલ્સન પેલ્ટ્ઝે પણ કંપની પર સ્ટ્રીમિંગ સેવા પર જંગી રીતે ખર્ચ કરવાનો આરોપ મૂક્યો હતો. એવું માનવામાં આવે છે કે યુઝર બેઝ ઘટ્યા પછી જ કંપનીએ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. એવો અંદાજ છે કે છટણી કરવાથી વાર્ષિક $5.5 બિલિયનની બચત થશે.

આ પણ વાંચો : હવે દિકરીઓમાં પણ જોવ મળી રહી છે ગણિત-વિજ્ઞાનમાં રુચિ, આટલાં ટકાનો થયો વધારો

Back to top button