દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરતમાં ગણેશ ઉત્સવની વિશેષ ચર્ચા થઈ રહી છે. અહીં એક વેપારીના ઘરમાં અતિ કિંમતી ડાયમંડ ગણેશની પૂજા થઈ રહી છે. આ ગણેશની વિશેષતા એ છેકે નેચરલ ડાયમંડમાં એકદમ ચોક્કસ જ ભગવાન ગણેશની આકૃતિ જોવા મળી રહી છે. જેથી આકૃતિને ડયમંડ ગણેશ નામ આપવામાં આવ્યું છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને 16 વર્ષ પહેલાં 27 કેરેટનો રિયલ ડાયમંડનો એક હીરો મળી આવ્યો હતો. જે ગણપતિ આકારનો હોવાને કારણે પરિવારને આ ડાયમંડને પોતાના ઘરમાં રાખ્યો છે. ગણપતિ સ્થાપનાના દિવસે તેની સ્થાપન વિધિ કરતા હોય છે. જોકે, આ ગણપતિની બજાર કિંમત જોવા જઈએ તો, હાલના બજાર પ્રમાણે 500 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને પહેલા ડાયમંડના દલાલી સમયના કામમાં તેમને એક પેકેટમાંથી હીરો મળી આવ્યો હતો.
જોકે, આબેહૂબ ગણપતિ જેવા દેખાતા પરિવારની લાગણી જોડાઈ હોવાને લઈને 27 કેરેટનો તેમને ન વેચી પોતાની પાસે રાખ્યો હતો. વર્ષોથી આજના દિવસે પરિવાર તેમની સ્થાપના કરતા હોય છે. હીરાને પરિવારે ડાયમંડ ઓફ ઇન્ડિયામાં તપાસ કરાવતા તે નેચરલ ડાયમંડ છે અને તે સિંગલ પીસમાં હોવાનું સર્ટિફિકેટ પણ તેમની પાસે છે. જોકે, આ હિરાની કિંમત આજની બજાર કિંમત પ્રમાણે જોવા જઈએ તો અંદાજિત 500 કરોડ રૂપિયા થાય છે.
આ પણ વાંચો : ભગવાન ગણેશજીનું પણ આધાર કાર્ડ, સ્કેન કર્યા પછી જ દર્શન
આ પરિવાર દ્વારા આ ડાયમંડને છેલ્લા 16 વર્ષથી સાચવીને રાખવામાં આવ્યો છે. આજના દિવસે તેમની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ બાદ આ ડાયમંડને દૂધમાં ધોયા બાદ ફરી તેને લોકરમાં મૂકી દેવામાં આવતા હોય છે. જોકે, આ ડાયમંડ સુરતના કતારગામ વિસ્તારમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પાંડવ પરિવારને ત્યાં લોકો આવીને આ રિયલ ડાયમંડના ગણેશજીની પૂજા અને દર્શન કરતાં હોય છે. જોકે, પરિવારની આસ્થા જોડાયેલી હોવાથી ડાયમંડની કોઈ કિંમત નથી પણ આજની બજાર કિંમત જોવા જઈએ તો આ ડાયમંડ 500 કરોડની આજુબાજુ તેની કિંમત મૂકી શકાય.
સુરતના કનુભાઈ અસોદરિયા જણાવે છે કે, જે રીતે લોકો તાજમહલ જોવા માટે આવે છે, તેવી જ રીતે લોકો આ ડાયમંડ ગણેશને જોવા માટે આવે તેટલી જ ઈચ્છા છે. દુનિયાભરના 25 દેશોમાંથી લોકો આ ડાયમંડ ગણેશને જોવા માટે આવે છે. કનુભાઈના અનુસાર આ ડાયમંડને લોકોના ઘર સુધી પહોંચાડવાની કોશિશ ચાલી રહી છે. જેથી નેચરલ ડાયમંડના ગણેશને સૌ કોઈ જાણી શકે અને દર્શન કરી શકે.