હેલ્થ

ઉનાળાની સિઝનમાં આ ફળ છે ખુબ ફાયદાકારક, વિટામીનથી ભરપૂર ફાલસાના જાણો ફાયદા

Text To Speech

અમદાવાદઃ ઉનાળામાં પાચનતંત્ર સારૂ રાખવા માટે જરૂરી છે કે ખાવા-પીવાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. ત્યારે સિઝનલ ફળો સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદરૂપ બની શકે છે. આ સાથે જ ગરમીથી પણ રાહત આપે છે. તપાવી નાખતી ગરમીમાં ફાલસા ઠંડકનો અનુભવ કરાવે છે. ફાલસા દ્વારા શરીરમાં ઠંડક મળતી હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ઉનાળામાં મળતું ફાલસા ફળ લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે.

વિટામીનથી ભરપૂર ફાલસાના જાણો ફાયદા
1.ફાલસા ડાયેરિયાની સારવાર માટે ઉપયોગી છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ફાલસાના ફળોનો રસ પીવાથી અસ્થમા, બ્રોન્કાઈટિસ, શરદી અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

2.ફાલસાના ફળનું દરરોજ સેવન કરવાથી માંસપેશિયો મજબૂત બને છે. ફાલસામાં પોટેશિયમ અને પ્રોટિન હોવાને કારણે નિયમિતપણે સેવન કરવાથી માંસપેશીયોની કાર્યક્ષમતા વધે છે અને મજબૂત બને છે. ફાલસામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાની મજબૂતાઈ માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે.

3.ઉનાળામાં મળતાં વિટામીનથી ભરપૂર ફાલસા એન્ટીઑક્સિડન્ટ,મેગ્નેશિયમ,ફોસ્ફોરસ,કેલ્શિયમ,પોટેશિયમ,સોડિયમ,આયર્નથી ભરપૂર હોય છે. ફાલસાનુ સેવન કરવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો વગેરેમાંથી આરામ મળે છે.

4.થોડાક સમય પહેલા થયેલા વૈજ્ઞાનિક સંશોધનમાં એ વાત સામે આવી કે, ફાલસામાં રેડિયોઘર્મીની ક્ષમતા પણ હોય છે. જેના કારણે કેન્સરથી લડવામાં પણ શરીરને સહાયતા કરે છે.

5.લોહીની ઉણપના કારણે એનિમિયા રોગ થઇ ગયો હોય તો ફાલસા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને એનિમિયાથી બચાવ થાય છે. ફાલસાના ફળની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે.કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય

6.વિટામીન સીથી ભરપૂર ફાલસાનો ખટ્ટો-મીઠો રસ ખાંસી-શરદીને રોકવામાં અને ગળામાં થનાર સમસ્યાઓ માટે ઘણો પ્રભાવશાળી છે. ગરમીની ઋતુમાં લૂથી બચવા માટે આ ફળનું સેવન ખુબ ઉપયોગી સાબિત થાય છે.

7.ફાલસાના સેવનથી શ્વાસને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થાય છે. ફાલસાનું સેવન તમને હેડકી અને સ્વાસને લગતી બીમારી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે તમે આ ફળના ગરમ રસની અંદર થોડું આદુ અને સિંધવ મીઠું ઉમેરી પી જાવ. આમ કરવાથી તમને શ્વાસને લગતી દરેક સમસ્યામાં રાહત મળશે.

Back to top button