પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે આ ફળ, ડાઈજેશન સાથે હેલ્થ પણ રહેશે અફલાતૂન
- આપણું શરીર સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયાથી બનેલું છે. પ્રોબાયોટિક્સને ઘણીવાર સારા અને સહાયક બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તે તમારા પેટના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે
પ્રોબાયોટિક્સ શું છે? ઘણા લોકો તેના વિશે જાણતા નથી. પ્રોબાયોટિક્સ એ જીવંત બેક્ટેરિયા અને યીસ્ટ છે જે તમારા માટે, ખાસ કરીને તમારા પાચનતંત્ર માટે સારા છે. આપણું શરીર સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયાથી બનેલું છે. પ્રોબાયોટિક્સને ઘણીવાર સારા અને સહાયક બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તે તમારા પેટના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. હવે ઘણા લોકો પ્રોબાયોટિક્સ મેળવવા માટે સપ્લીમેન્ટ્સ લે છે, પરંતુ તે ભવિષ્યમાં નુકસાન પણ કરી શકે છે. વૈજ્ઞાનિકો એ એક ફળનું વર્ણન કર્યું છે જે પ્રોબાયોટિક્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
પ્રોબાયોટિક્સ કેવી રીતે કામ કરે છે?
જ્યારે એન્ટિબાયોટિક્સ લીધા પછી શરીરમાં સારા બેક્ટેરિયાની ઉણપ થાય છે, ત્યારે પ્રોબાયોટિક્સ તેની પૂર્તિ કરે છે. તે તમારા શરીરની ગટ હેલ્થને મેઈન્ટેન કરે છે અને ખરાબ બેક્ટેરિયાને તમારી પર હાવી થવા દેતા નથી. તે તમારી હેલ્થને જાળવી રાખે છે હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે સફરજન પ્રોબાયોટિક્સનો સારો વિકલ્પ બની શકે છે. તેમાં 100 મિલિયન સુક્ષ્મજીવાણુઓની પ્રોબાયોટિક શક્તિ છે. તે સપ્લિમેન્ટ કરતા સસ્તા પણ છે.
શું છે સફરજનના ફાયદા?
સફરજન આંતરડાની હેલ્થ માટે ખૂબ જ સારું છે. અનાજ અને ફળો જેવી વસ્તુઓમાંથી તમને જે ફાઈબર અને પોલિફીનોલ્સ મળે છે તે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોબાયોટિક ખોરાક લેવાથી તમારા મૂડથી લઈને તમારી ત્વચાના ટોન સુધી બધું જ સુધરે છે. સફરજનમાં ખાસ કરીને પેક્ટીન નામનું પ્રોબાયોટિક ફાઈબર હોય છે, જે તમારા આંતરડામાં રહેલા બેક્ટેરિયાને પોષણ આપે છે. સફરજનમાં પોલીફેનોલ્સની ભરપૂર માત્રામાં હોય છે. જે લોકો IBSથી પીડિત છે તેમણે સફરજન ખાતા પહેલા વિચારવું જોઈએ. દરેક વ્યક્તિ માટે એ જાણવું તો જરૂરી છે જ કે પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સની જરૂર નથી. તમે જે ખોરાક ખાવ છો તેમાંથી જ પ્રોબાયોટિક્સમળી આવે છે.
સફરજનના અન્ય ફાયદા
સફરજન મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ અને પાણીથી ભરપૂર હોય છે. તેમાં ફ્રુક્ટોઝ, સુક્રોઝ અને ગ્લુકોઝ હોય છે. કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ હોવા છતાં, તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 29-44 ની વચ્ચે છે જે ખૂબ ઓછો છે. ઉચ્ચ ફાઈબર અને પોલીફેનોલની માત્રાના કારણે ફળોનો જીઆઈ સ્કોર ઓછો હોય છે. હાઈ ફાઇબર અને ઓછી કેલરી હોવાને કારણે, તે વજન ઘટાડવા માટે ઉત્તમ છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે સફરજન ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં અને ડાયાબિટીસથી બચવામાં મદદ મળે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. એક મધ્યમ કદના સફરજનમાં 4.37 ગ્રામ ફાઇબર હોય છે જે દૈનિક જરૂરિયાતના લગભગ 16% છે. સફરજનમાં મુખ્ય ખનિજ પોટેશિયમ છે, જે હૃદય માટે ખૂબ જ જરૂરી છે. ભરપૂર માત્રામાં સફરજનનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્યને લાભ થાય છે.
આ પણ વાંચોઃ સખત ગરમીથી લોકો કેમ થઈ રહ્યા છે બેભાન? જાણો કારણો અને ઉપાય