તમારી જુવાનીને નજર લગાડશે આ ખોરાક, આજે જ છોડી દેજો
નયુઝ ડેસ્કઃ જુવાન દેખાવુ કોને નથી ગમતુ? આજના સમયમાં લોકો લાખો રૂપીયા ખર્ચીને પોતાને મેન્ટેન કરવાની કોશીશ કરતા હોય છે પરંતુ ઘણી વખત પૈસા ખર્ચવા કરતા પણ ચહેરા પર ઘડપણ દેખાવા લાગે છે. તેની પાછળ ખરાબ ખાન-પાન જવાબદાર છે. આજે આપણે અહિં એવા ખોરાકની વાત કરીશુ જેનો ઊપયોગ ટાળવો જોઈએ.
ફાસ્ટ ફુડ- આજના સમયમા લોકો ભુખ લાગે એટલે ફાસ્ટ ફુડ ખાવાનુ પસંદ કરે છે. પરંતુ આ ફાસ્ટ ફુડ શરીરને ખુબ નુકશાન કરે છે તથા સ્કિનને પણ ડલ બનાવે છે.
મીઠો ખોરાક- મીઠા ખોરાકમાં વધુ પ્રમાણમા કેલેરી હોય છે તથા મીઠા ખોરાકમા ખાંડનુ પ્રમાણ વધારે હોય છે. જે સ્કિન માટે સારુ નથી. મીઠા ખોરાક ખાવાથી એજિંગની પક્રિયા ઝડપી બને છે.
સોડા અને એનર્જી ડ્રીંક- જો તમે સોડા કે એનર્જી ડ્રિંક વધારે પ્રમાણમાં લેતા હોય તો આજે જ છોડી દેજો. સોડા અને એનર્જી ડ્રિંકમાં વધારે પ્રમાણમાં ખાંડ હોય છે જે તમારી સ્કીનને ખરાબ કરે છે.
આલ્કોહોલ કે ધુમ્રપાન કરવુ- આલ્કોહોલ કે ધુમ્રપાનનુ સેવન કરવાથી શરીર ટોક્સીક બને છે જે ત્વચા માટે હાનીકારક છે.
આ પણ વાંચોઃ કેળા, ટામેટા અને પાલક સહિત આ ફુડ્સ High Blood Pressureને કરશે કન્ટ્રોલ