ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શરીર માટે ઝેર સમાન છે આ ખોરાકઃ ખાતા રાખજો ધ્યાન

  • ભાત જ્યારે કાચા હોય છે તો તેમા બેક્ટેરિયા મરતા નથી.
  • નળનું પાણી તમારી સ્કીનને ડ્રાય બનાવી શકે છે.
  • ખાટી વસ્તુઓ ખાધા પછી તરત બ્રશ ન કરતા.

સારા આરોગ્ય માટે સારી અને સ્વસ્થ આદતો અપનાવવી જરૂરી છે. તમે જો સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખો અને ખાવા-પીવાની આદતો યોગ્ય નહીં હોય તો તમે બિમાર પડી જશો. કેટલાક લોકો ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખતા હોય છે અને હેલ્ધી આદતોનુ પાલન કરે છે, તેમ છતાં તેઓ બિમાર પડે છે. શું તમે તેની પાછળનું કારણ જાણો છો?

ખાવા-પીવા અને સ્વચ્છતા સાથે જોડાયેલી એવી ઘણી આદતો છે, જેની પર ઘણા લોકોનું ધ્યાન જતુ નથી. આ કારણે તમને કેટલાક ગંભીર રોગ થઇ શકે છે. જાણી લો તમે પણ આમાની કોઇ આદતના શિકાર તો નથી ને?

શરીર માટે ઝેર સમાન છે આ ખોરાકઃ ખાતા રાખજો ધ્યાન hum dekhenge news

અડધા પાકેલા ચોખા ખાવા

તમને આ વાત કદાચ ચોંકાવી શકે છે. છુટ્ટા ભાત કે બહાર જેવા પુલાવ બનાવવાની લાલચમાં આપણે ક્યારેક અડધા પાકેલા ભાત ખાઇ લઇએ છીએ. એક રિપોર્ટ મુજબ ભાતમાં બી. સેરિયસ જેવા ખતરનાક બેક્ટેરિયા હોય છે, જે સામાન્ય રીતે માટીમાં મળી આવે છે. આ બેક્ટેરિયા અડધા પાકેલા ભાતમાં મરતા નથી.

જમ્યા પછી બ્રશ ન કરવુ

જમ્યા બાદ બ્રશ કરવુ જ જોઇએ, પરંતુ ખાટી વસ્તુઓ ખાવાની તુરંત બાદ બ્રશ કરવાથી દાંતનું ઇનેમલ ડેમેજ થઇ જાય છે. એક રિપોર્ટ મુજબ ખાટી વસ્તુઓ ખાધા પછી તરત બ્રશ કરવુ હાનિકારક છે. તમારે 30 મિનિટ બાદ બ્રશ કરવુ જોઇએ.

શરીર માટે ઝેર સમાન છે આ ખોરાકઃ ખાતા રાખજો ધ્યાન hum dekhenge news

મોં ધોવા માટે નળના પાણીનો ઉપયોગ

નળનું પાણી સ્કીનને ડેમેજ કરી શકે છે. તમારે પાણીના પીએચ લેવલની તપાસ કરવી જોઇએ. તે 4.7ની આસપાસ હોવુ જોઇએ. જો તેનું પીએચ લેવલ 5થી ઉપર હોય તો ત્વચાને નુકશાન થાય છે. નળના પાણીમાં રહેલા કઠોર ખનીજ જેમકે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન બ્રેકઆઉટ તેમજ ડ્રાય સ્કીનનું કારણ બને છે.

શરીર માટે ઝેર સમાન છે આ ખોરાકઃ ખાતા રાખજો ધ્યાન hum dekhenge news

જુના બટાકા ખાવા

બટાકા પોટેશિયમ અને અન્ય આવશ્યક પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે, પરંતુ જુના બટાકાને લઇને સાવધાન રહેવુ જોઇએ. બટાકામાં સોલનિન જેવા ઝેરીલા તત્વો હોય છે. તે વધી જાય એટલે જ બટાકાની અંદરનો ભાગ લીલો હોય છે. તેને ખાવાથી તમારા પેટમાં દુખાવો, ઉલટી અને તાવ જેવી તકલીફો થઇ શકે છે.

શરીર માટે ઝેર સમાન છે આ ખોરાકઃ ખાતા રાખજો ધ્યાન hum dekhenge news

માઇક્રોવેવની પોપકોર્ન ખાવી

ફિલ્મ જોતા જોતા પોપકોર્ન ખાવાનું ભલે તમને ખુબ પસંદ હોય, પરંતુ માઇક્રોવેવ પોપકોર્નને સ્વાદિષ્ટ બનાવવા માટે ડાયસેટાઇલ નામનું એક રસાયણ ઉપયોગમાં લે છે, જે તમારા ફેફસાને નુકશાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચોઃ Happy Marriage Life વધારે છે જિંદગીના વર્ષોઃ અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Back to top button