બ્રેન સ્ટ્રોકને આમંત્રણ આપે છે આ ફુડઃ બીપીની સમસ્યા હોય તો પણ દુર જ રહેજો
બ્રેન સ્ટ્રોક એક ખતરનાક બીમારી છે, જેમાં મગજની નસો બ્લોક થઇ જાય છે. જ્યારે મગજની નસમાં પ્લાક જમા થઇ જાય છે તો તેને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય છે. જ્યારે નસ બંધ હોવાના કારણે કોઇ નસમાંથી બ્લીડિંગ થવા લાગે છે તો તેને હેમરેજિક સ્ટ્રોક કહેવાય છે.
પ્લાક શું છે?
પ્લાક એક ચિપચિપો પદાર્ત છે, જે રક્ત વાહિકાઓમાં જમા થઇને તેને બંધ કરી દે છે. તે કોલેસ્ટ્રોલ, ફેટી સબ્સટાંસ, કેલ્શિયમ કે ફાઇબ્રિનના વધવાથી થઇ શકે છે, પરંતુ સોડિયમ પણ અન્ય એક કારણ છે. જે વધવાના કારણે બ્રેન સ્ટ્રોક આવી શકે છે.
સોડિયમના કારણે કેમ આવે છે સ્ટ્રોક?
વધુ માત્રામાં સોડિયમનું સેવન કરવાથી હાઇ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. તેમાં રક્ત વાહિકાઓમાં લોહી પ્રેશર સાથે વહે છે અને તેને નબળી બનાવી દે છે. હાઇ બ્લડપ્રેશરની સમસ્યા બ્રેન સ્ટ્રોકના ખતરાને વધારી દે છે.
બ્રેડ કોણે ન ખાવી જોઇએ?
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર બ્રેડમાં સોડિયમ લેવલ સૌથી વધુ હોય છે. તેથી બ્રેન સ્ટ્રોકથી બચવા માટે હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ બ્રેડ ન ખાવી જોઇએ. બ્રેડની એક સ્લાઇસમાં લગભગ 200 મિલીગ્રામ સોડિયમ હોય છે. સેન્ડવીચની અંદર પણ આ મિનરલ વધુ પ્રમાણમાં હોય છે. તેમાં બ્રેડની બે સ્લાઇસ, મસ્ટર્ડ સોસ, ચીઝ વગેરે ઇન્ગ્રીડિઅન્ટ્સ હોય છે. આ તમામ વસ્તુઓની અંદર સોડિયમ વધુ હોય છે.
ઇંડા અને આમલેટ
જો તમને હાઇ બીપીની બિમારી હોય ચો ઇંડા અને આમલેટને નિયંત્રિત માત્રામાં ખાવા જોઇએ. કેમકે તેને ખાવાથી પણ મગજનની નસ બ્લોક થવાનો કે ફાટવાનો ખતરો રહે છે.
આ ફુડ પણ ન લો
પિત્ઝા, સુપ, ચિકન ,ચીઝ, સુપ તમામ વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. આ બધી વસ્તુઓ પણ હાઇ બીપી કે બ્રેન સ્ટ્રોકના દર્દીઓ માટે સાવ નકામી છે. બને તો આ ફુડથી પણ દુર રહો.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર, ‘પઠાણ’ની ટિકિટ થઈ શકે છે સસ્તી!