ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

392 વર્ષથી જીવી રહી છે આ માછલી! આ પ્રજાતિ તેના દીર્ધાયુષ્ય માટે છે જાણીતી, જૂઓ વીડિયો

  • આ શાર્ક લગભગ 500 વર્ષ સુધી જીવિત રહી શકે છે, જેની ઉંમર તેની આંખોના લેન્સમાં પ્રોટીનની રેડિયોકાર્બન ડેટિંગ દ્વારા નક્કી કરવામાં આવી

HD ન્યૂઝ ડેસ્ક, 24 ઓગસ્ટ: આર્કટિક મહાસાગરમાં રહેતી ગ્રીનલેન્ડ શાર્ક નામની માછલી છેલ્લા 392 વર્ષથી જીવી રહી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ શાર્ક લગભગ 500 વર્ષ સુધી જીવિત રહી શકે છે. સંશોધકો દ્વારા શોધાયેલ આ ચોક્કસ શાર્ક પૃથ્વી પરની સૌથી જૂની જીવંત વર્ટીબ્રેટ(હાડકાંવાળી પ્રજાતિ) હોવાનું માનવામાં આવે છે, જેની ઉંમર તેની આંખોના લેન્સમાં પ્રોટીનની રેડિયોકાર્બન ડેટિંગ દ્વારા નક્કી કરવામાં આવી છે. ગ્રીનલેન્ડ શાર્ક ધીમે ધીમે વધે છે, દર વર્ષે લગભગ 1 સેન્ટિમીટર, અને આર્કટિકના ઠંડા, ઊંડા પાણીમાં સદીઓ સુધી જીવી શકે છે. આ માછલી ધીમી ચયાપચય અને ઊંડા ઠંડા પાણીમાં રહેવાને કારણે સૌથી લાંબો સમય જીવવામાં સફળ રહી છે.

જૂઓ અહીં વીડિયો

વિજ્ઞાનીઓએ ઉંમર કેવી રીતે નક્કી કરે છે?

આ શાર્કે લગભગ ચાર સદીનો ઇતિહાસ જોયો છે. આ માછલી પર્યાવરણ અને વિશ્વમાં આવેલા જબરદસ્ત પરિવર્તનો વચ્ચે પણ ટકી રહી છે. વિજ્ઞાનીઓએ 2016માં સાયન્સ જર્નલમાં અહેવાલ આપ્યો હતો કે, ગ્રીનલેન્ડ શાર્ક (સોમ્નિઓસસ માઇક્રોસેફાલસ) પ્રજાતિઓ લગભગ 400 વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવી શકે છે. આ શાર્કને અત્યાર સુધી વિશ્વની સૌથી લાંબી જીવંત વર્ટીબ્રેટ માનવામાં આવે છે. સંશોધકોએ 28 શાર્કના ગ્રુપમાંથી માદા શાર્કની અંદાજિત ઉંમર નક્કી કરવા માટે રેડિયોકાર્બન ડેટિંગનો ઉપયોગ કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે, આ શાર્કની ઉંમર લગભગ 392 વર્ષ હતી. વિજ્ઞાનીઓના મતે ગ્રીનલેન્ડ શાર્કને પરિપક્વ થવામાં ઓછામાં ઓછા 150 વર્ષ લાગે છે.

લંબાઈ 5 મીટર સુધી છે

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, ગ્રીનલેન્ડ શાર્ક ખૂબ જ સુસ્ત માછલી છે. તેનું કદ 5 મીટર સુધીનું છે. શાર્કની આ પ્રજાતિ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. તેઓ ખૂબ જ ધીરે ધીરે તરે છે. વિજ્ઞાનીએ જણાવ્યું કે, ધીમા સ્વિમિંગને કારણે તેમનું શરીર ઓછી ઉર્જા વાપરે છે. આ કારણોસર ગ્રીનલેન્ડ શાર્ક લાંબા સમય સુધી જીવે છે.

આ પણ જૂઓ: દુનિયાનો બીજો સૌથી મોટો હીરો મળ્યો, જાણો તેની વિશેષતા અને કિંમત

Back to top button