ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સંજય દત માટે આ મહિલા ફેને છોડી કરોડોની સંપતિ: અભિનેતાએ કર્યું ચોંકાવનારું કામ

Text To Speech

મુંબઈ, 17 ફેબ્રુઆરી; 2025: બૉલિવૂડ ફિલ્મ જગતમાં ઍક્ટર્સને ચાહકોનો અપાર પ્રેમ મળે છે. ચાહકો તેમના મનપસંદ અભિનેતા કે અભિનેત્રીની એક ઝલખ મેળવવા માટે કેટલી વખત બધી હદ વટાવી જાય છે. આ ફૅન્સ ફિલ્મ જગતના કલાકારોને ખૂબ જ પ્રેમ કરે છે, જેમ કે કોઈ ટૅટૂ બનાવે છે તો તેમના જેવી સ્ટાઈલ કૉપી કરે છે. જોકે હાલમાં એક ચાહકે આ બધી જ બાબતોને વટાવી કંઈક એવું કર્યું કે આ વાત ચર્ચામાં આવી ગઈ છે. આ મહિલા ચાહકે તેની બધી મિલકત તેના પ્રિય સુપરસ્ટારને દાનમાં આપી દીધી.

બોલીવુડ અભિનેતા સંજય દત્તના એક મહિલા ચાહકે પોતાની 72 કરોડની સંપત્તિ તેમના નામે કરી છે. નિશા પાટીલ નામની મહિલાએ મૃત્યુ પહેલા તમામ સંપત્તિ સંજય દત્તને આપી છે. તેઓ સંજય દત્તના મોટા ચાહક હતા. આ વાત વર્ષ 2018ની છે. જ્યારે પોલીસને એક ફોન કોલ આવ્યો હતો. અને તેમા જણાવ્યુ હતુ કે, સંજય દત્તની મહિલા ફેન નિશા પાટીલનું મૃત્યુ થયુ છે. અને તેઓ પોતાની તામામ 72 કરોડની પ્રોપર્ટી એક્ટર સંજય દત્તને નામે કરી ગયા છે.

સંજય દત્તે હમણા સુધી 135 ફિલ્મોમાં કામ કર્યુ છે. તેઓ પોતે 295 કરોડની સંપત્તિના માલિક છે. તેમની મહિલા ચાહક નિશા પાટીલે તેમને 72 કરોડ રૂપિયાની સંપત્તિ આપી અને પછી તેઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ સંજય દત્તે આ સંપત્તિનો સ્વીકાર કર્યો ન હતો. આ કોઇ ફિલ્મ કહાનીથી ઓછું નથી. આ તમામ મામલે સંજય દત્તના વકીલે જણાવ્યુ છે કે, અભિનેતાનો 72 કરોડ રૂપિયાની સંપત્તિ પર દાવો કરવાનો કોઈ પ્લાન નથી, કારણ કે તેમની નિશા પાટીલ સાથે કોઈ ઓળખાણ ન હોતી.

નિશા પાટીલે અનેકવાર બેંકને લેટર્સ લખ્યા હતા. જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, તેમની તમામ સંપત્તિ તેમના ફેવરેટ એક્ટર સંજય દત્તને મળવી જોઇએ. તો તરફ, સંજય દત્તના વકીલે જણાવ્યુ છે કે, અભિનેતાનો 72 કરોડ રૂપિયાની સંપત્તિ પર દાવો કરવાનો કોઈ પ્લાન નથી, કારણ કે તેમની નિશા પાટીલ સાથે કોઈ ઓળખાણ ન હોતી. તો સંજય દત્તે આ તમામ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, તેઓ નિશા પાટીલને ઓળખતા નથી પરંતુ તેમનું સન્માન જરુર કરે છે.

આ પણ વાંચો….સમય રૈનાને ઝટકોઃ મહારાષ્ટ્ર સાઈબર સેલે વીડિયો કોલ પર નિવેદનનો કર્યો ઈનકાર

Back to top button