ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

iPhoneનું આ ફીચર હવે WhatsAppમાં પણ આવશે

Text To Speech

WhatsAppએ એક નવું ફીચર બહાર પાડ્યું છે જે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સને ચેટ્સ અને ગ્રૂપમાં મેસેજ પિન કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમે કોઈ મેસેજને પિન કરો છો, ત્યારે તે ચેટ વિન્ડોની ટોચ પર દેખાશે. હાલમાં કંપની એક સમયે માત્ર એક જ મેસેજને પિન કરવાની સુવિધા આપી રહી છે. જ્યારે તમે કોઈ મિત્રને તેના નિર્દિષ્ટ સ્થાન પર મળવા જઈ રહ્યા હોવ અથવા તમે કોઈ મહત્વપૂર્ણ મેસેજને ચર્ચા માટે માર્ક કર્યો હોય ત્યારે તમને આ સુવિધાનો લાભ મળશે. પિન ફીચરની મદદથી, તમને ચેટમાં તરત જ ઉપયોગી માહિતી મળશે અને તમને મેસેજ શોધવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. કંપની આવનારા સમયમાં અનેક મેસેજને પિન કરવાની સુવિધા આપવા જઈ રહી છે. હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ સાથે ઉપલબ્ધ છે.

WhatsApp
WhatsApp

મેસેજ આવી રીતે કરી શકાશે પિન

એન્ડ્રોઇડમાં કોઈપણ મેસેજને પિન કરવા માટે તમારે તે મેસેજને લાંબો સમય પ્રેસ કરવો પડશે. આ પછી તમને પિન મેસેજનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરતા જ તમારો મેસેજ સૌથી ઉપર પિન થઈ જશે. તમે માત્ર ટેક્સ્ટ મેસેજને પિન કરી શકશો નહીં પરંતુ સૌથી ઉપરની ઇમેજને પિન પણ કરી શકશો. iOSમાં મેસેજને પિન કરવા માટે, તમારે તેને જમણે સ્વાઇપ કરવું પડશે.

ટાઈમ સેચ કરી શકાશે

તમે એ પણ નક્કી કરી શકો છો કે તમે કેટલા સમય સુધી PIN મેસેજ રાખવા માંગો છો. કંપની તમને 24 કલાક, 7 દિવસ અને 30 દિવસનો વિકલ્પ આપે છે. તમે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકો છો. એપ ડિફોલ્ટ રૂપે 7 દિવસનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે કોઈ મેસેજને અનપિન કરવા માંગો છો તો તમારે આ જ પ્રોસેસને ફોલો કરવી પડશે. તેની માટે, તમને પિનની જગ્યાએ અનપિનનો વિકલ્પ મળશે.

જો ગ્રૂપ એડમિનિસ્ટ્રેટર તમને આવું કરવાની પરવાનગી આપે તો જ તમને ગ્રુપમાં કોઈપણ મેસેજને પિન કરવાની મંજૂરી આપવામાં આવશે. પરવાનગી વિના તમે ગ્રૂપમાં મેસેજ પિન કરી શકશો નહીં. હાલમાં, કંપની આ સુવિધાને તબક્કાવાર રીતે બહાર પાડી રહી છે જે તમને ધીમે-ધીમે મળવાનું શરૂ થશે.

Back to top button